________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨૪ શ્રી મહાવીરસ્વામી ચરિત્ર.
[ પ્રકરણ ૨૭ હે ગૌતમ! સમય માત્ર પણ પ્રમાદ કરે નહી.” ગૌતમ સ્વામી જેવા સમર્થ પુરૂષને પણ પ્રમાદ ન કરવા માટે વિવિધ રીતે પ્રભુ સમજાવે છે. આ “શર ઋતુમાં ઘાસના તણખલાપર ઝાકળના પાણીનું ટીપું છે, તે જેમ બહુ થોડો વખત ટકે છે, તેવી રીતે મનુષ્ય જીવન પણ બહુ થોડા વખત ટકે છે. એમ સમજી હે ગતમ! એક સમય પણ પ્રમાદ કરે નહી ”
આવી રીતે મનુષ્ય ભવના આયુષ્યને અનેક પ્રકારે ઉપક્રમ લાગે છે, અને જીવન ઉપર અનેક પ્રકારના ઉપઘાત લાગ્યા કરે છે માટે ગૌતમ, એક સમય પણ પ્રમાદ કરવો નહી.”
મનુષ્યપણું પામવું મહા દુર્લભ છે. સર્વ પ્રાણીઓને ચિરકાળે તે મેળવવું અત્યંત મુશ્કેલ છે, અને કર્મના વિપાકે બહુ આકરા છે, એમ સમજી હે ગૌતમ! એક સમય પણ પ્રમાદ કર નહી.”
“પૃથ્વી કાયમાં પ્રાણી અસંખ્ય કાળ રહે છે, પણ જલદી મનુષ્ય ભવ મેળવી શકતો નથી, માટે ગૌતમ! એક સમયપણું પ્રમાદ કરવો નહિ.”
તેવી જ રીતે પ્રાણી અપકાયમાં અસંખ્ય કાળ રહે છે. તેજ ત્રમાણે તેઉકાયમાં, વાઉકાયમાં અસંખ્ય કાળ રહે છે. વનસ્પતિમાં અને તે કાળ કાઢી નાખે છે. તેવી જ રીતે બે ઇંદ્રિયપણામાં, ચૌદ્રિ ૧૫ણામાં અસંખ્ય કાળ કાઢી નાખે છે, તેમજ ૫ એપ્રિયપણામાં મનુષ્ય તિર્યંચના સાત આઠભવ કરી નાખે છે. નરક અને દેવ ગતિમાં મોટા તેત્રીશ સાગરોપમના આયુષ્ય કાઢી નાખે છે. માટે ગૌતમ! એક સમય પણ પ્રમાદ કરવો નહિ ”
પ્રમાદથી ભરેલે જીવ એ પ્રમાણે સંસારમાં શુભાશુભ કર્મોથી રખડયા કરે છે. માટે ગૌતમ! એક સમય પણ પ્રમાદ કરે નહિ.”
For Private and Personal Use Only