________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગિઆર વિને ગણધર પદિ. ૬૧૧ નદીને જીવ તે સમયમાં સિંહની જાતિમાં સિંહપણે ઉત્પન્ન થયે હતે. એકવાર નાહની સરખી કરેલી ભુલનું કેવું ભયંકર પરિણામ આવે છે? તે રાજકુમાર અનંતા ભાવ રઝળતાં રઝળતાં કૃષિકાર પણે ઉત્પન્ન થયે હતે. અહિં પ્રભુએ જે તેના પર કરૂણ દ્રષ્ટિ ન કરી હત, તે હજુ પણ તેના સંસારને અંત. આવત નહી. પ્રભુની કૃપાથી ગણધર મહારાજે તેને દીક્ષા આપી. ભગવંત પાસે લાવતાં ઉત્તમ પ્રકારના ભાવથી તેણે સમકિત પ્રાપ્ત કર્યું હતું અને તેથી તેને સંસાર પરિમીત થઈ ગયે હતે. અહાહા ! પ્રભુની ભાવદયાને આ ઉત્તમ નમુને છે, પ્રભુ પિતાના વૈરીને ઉદ્ધાર કરવાને પણ દયાવાન બન્યા, એજ તીર્થકરની ભાવદયા, અને જગતના જીને ઉદ્ધાર કરવાને જવલંત દાખલે છે.
ભગવંતને કેવલજ્ઞાન ઉપ્ત થયા પછી, તીથની સ્થાપના કરવામાં ગણધરપદને લાયકઈંદ્રભૂતિ વિગેરે અગિઆરવિ જણાયા. તેથી ભગવંત વિહાર કરી જ્યાં તે વિદ્વાન પણ મહા અહંકારી વિષે યજ્ઞના માટે એકત્ર મળેલા હતા, ત્યાં પધાર્યા, અને તે સ્થળે જ ઇંદ્રભૂતિ વિગેરે અગીઆરને ગણધર પદ્ધિ આપી, એ અગીઆરે સર્વ શાસ્ત્રના અભ્યાસી તે હતા, પણ તેમાં ગુરૂગમ અને સમ્યફત્રને અભાવ હેવાથી જ્ઞાનીની પંક્તિમાં તેમની ગણત્રી થઈ શકે તેમ ન હતું. ભગવંતનાથી તેમના મનના સંદેહ દુર થયા, અને પરિણતી બદલાઈ. ભગવતે લાયકાત આવી જાણું ગણધર પદ્ધિ આરોહણ કરી, અને વાસક્ષેપ કર્યો. તૂર્ત જ મિથ્યાજ્ઞાન સમ્યકજ્ઞાનમાં રૂપાંતર થઈ ગયું, અને ચાર જ્ઞાનના ધારણ કરનાર થયા. અહાહા! ભગવંતના વાસક્ષેપમાં કેટલે બધે ચમત્કાર ! જેનામાં સમ્યકજ્ઞાનની ગંધ ન હતી, એટલું જ નહી પણ થોડા વખત પહેલાં તે જેઓ મિથ્યાજ્ઞાનમાં મશગુલ હતા, અને ભગવંતને પણ “ઇંદ્રજાળીયે” ઇત્યાદિ વિશેષણોથી અલંકૃત કરવામાં બાકી રાખતા ન હતા, તેવાને અલ્પકાળમાં બુઝવી જ્ઞાની બનાવી દીધા. જે જ્ઞાનની પ્રાપ્તિના માટે સામાન્ય મુનિગણને આખા ભવના
For Private and Personal Use Only