________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર ( પ્રકરણ ૨૧ સાત પુત્રીઓને નહાની ઉમરથી ધાર્મિક શિક્ષણ આપવામાં આવેલું હતું, તેથી તેઓને ધર્માતને બેધ સારે હવે, અને શ્રદ્ધા નિર્મળ હતી. તે બને દિવ્ય આકૃતિવાળી અને અનુપમ રૂપવાળી હતી. તે બન્ને દિવ્ય વસ્ત્રાલંકારને ધારણ કરતી હતી. બન્ને સદા સાથેને સાથે રહેતી હતી. કલાકલાપમાં કુશળ અને સર્વ અર્થને જાણતી હતી. તે બને જાણે મૂર્તિમાન સરસ્વતી હાય, તેમ મહેમણે વિદ્યાવિદ કરતી હતી. બન્ને સાથેજ દેવપૂજન કરતી અને ધર્મ સાંભળી પોતાને લાયકની ધર્મકરણી પણ સાથેજ કરતી હતી.
એક વખતે કોઈ સ્થવીરા તાપસી સુચેષ્ટા અને ચિલ્લણાના અંતઃપુરમાં આવી. ત્યાં તેણે અજ્ઞાની માણસની પાસે,
શૌચમૂળ ધર્મ જ પાપને નાશ કરનાર છે,” એવા પ્રકારને ઉપદેશ કરવા લાગી. તે સાંભળી સુચેષ્ટા બેલી, “અરે ! શૌચ કે જે અશુભ આશ્રવરૂપ છે, અને અશુભ આશ્રવ પાપને હેતુ છે, તે તે પાપને શી રીતે છેદી શકે?” આ પ્રમાણે કહી કુવામાં રહેલા દેડકા વિગેરેના યુકિતવાળાં દ્રષ્ટાંત આપી તે તાપસીને નિરૂત્તર કરી નાખી. આ બનાવથી દાસી વિગેરે સેવકજનોએ તે તાપસીનું હાસ્ય કરી, તેને અંતઃપુરમાંથી બહાર કાઢી. માન મળવાની આશાથી આવેલી તાપસીને ઉલટું અપમાન મળ્યું. તેથી તેણે બહાર નિકળી વિચાર્યું કે, “આ સુજયેષ્ટા ગર્વવાળી છે, માટે તેને ઘણી સપનીઓમાં પાડી દુઃખનું પાત્ર કરૂં.” આવું ધારી સર્વ કળાઓમાં ચતુર એવી તે તાપસીએ સુજ્યેષ્ટાનું રૂપ મનમાં ધારીને એક પટ ઉપર આલેખી લીધું.
એ આલેખેલું ચિત્ર લઈ વૈર લેવાની કુર ધારણાથી, તે તાપસી રાજગૃહ નગરે આવી. રાજા શ્રેણિકને મળીને તે ચિત્ર બતાવ્યું. અદ્વિતીય સૌંદર્ય, ઉજવળ લાવણ્ય, અને રૂપના નિધાન. રૂપ તે બાળાનું ચિત્ર જેવાથી તેના પર મોહિત થઈ રાજાએ તાપસીને પછયું કે, “હે મહાભાગે ! સ્ત્રીઓમાં શ્રેષ્ઠ એવી આ
For Private and Personal Use Only