________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૭ સીંહના જીવ સુદષ્ટ નામા નાગકુમારે ગગા
નદી ઉતરતાં કરેલા ઉપસર્ગ. પ્રભુ ત્યાંથી વિહાર કરતા કરતા સુરભિપુર નામના નગરની સમીપે આવ્યા. તે નગરથી વચમાં ગંગા નદી ઉતરી સામાં કાંઠે જવા સારૂ નદી ઉપર આવી, સિદ્ધાંત નામના નાવીક તૈયાર કરેલ નાવમાં પ્રભુ અને બીજા ઉતારૂએ બેઠા. પછી નાવીકે બે બાજુથી હલેસાં ચલાવ્યાં, એટલે તે નાવ (નાવી, હેડ) વેગથી સામા કાંઠા તરફ જવા લાગી.
આ વખતે કાંઠા ઉપર રહેલું ઘુવડ પક્ષી બેસું. તે સાંભળી નાવમાં બેઠેલા શુકનશાસ્ત્રના જાણકાર શ્રેમીલ નામના નિમિત્તિઆએ કહ્યું કે, આ વખતે આપણે સહીસલામત રીતે ઉતરવાના નથી. થોડા સમયમાં આપણે સર્વેને મરણત કષ્ટ પ્રાપ્ત થશે, પણ આ મહર્ષિના મહીમાથી આપણે બચી જઈશું. એટલામાં નાવ અગાધ જળમાં આવ્યું. તે સ્થળમાં સુદષ્ટ નામે એક નાગકુમાર દેવ રહેતું હતું. તેણે પ્રભુને નાવમાં બેસી ગંગા નદી ઉતરતાં જોયા અને વિભંગ જ્ઞાનથી જાણ્યું કે, પ્રભુ જે વખતે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભાવમાં હતા, ત્યારે તેમણે એક સિંહને માર્યો હતે તેજ સિંહને જીવ હું છું. મને તેમણે વિનાકારણ માર્યો હતે. મેં તેમને અપરાધ કર્યો ન હતે. હું તે એક ગુફામાં રહેતું હતું. ત્યાં તેમણે પોતાની ભુજાવીર્યના ગર્વથી, અને માત્ર કૌતુક કરવાની ઇચ્છાથી, આવીને મને મારી નાખ્યો હતે. આવા વિચારથી તે દેવ ઘણે ક્રોધાવેશમાં આવી ગયે. આજે એ મારી નજરે પડે છે, તે હું હવે તેને મહારૂં પરાક્રમ બતાવું. મારું પૂર્વનું વેર લીધા શીવાય હું હવે તેને જવા દેવા નથી. વેર લીધા પછી મહારૂં મૃત્યુ થશે, તે પણ હું મહારા જન્મને કૃતાર્થ માનીશ. ખરેખર “ત્રાણની પેઠે વેર પણ સેંકડે જન્મ સુધી પ્રાણીની પેઠે જાય છે.” આ પ્રમાણે ક્ષુદ્ર વિચાર કરતાં કરતાં તેને ઘણે ક્રોધ ચઢ્યા. પ્રભુ જે નાવમાં
મહીનાથી તે સ્થળમાં રી ગગ
For Private and Personal Use Only