________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૭ તપના બાહ્ય અને અત્યંતર એવા બે ભેદ છે. તે પ્રત્યેકના છ છ પેટા ભેદ છે. ૧ અનશન એટલે ચાર પ્રકારના આહારને ત્યાગ, ૨ ઉનેદરી, ૩ વૃતિસંક્ષેપ ૪ રસ ત્યાગ, ૫ કાય કલેશ અને ૬ સલીનતા એ છ પ્રકારથી બાહય તપ થાય છે.
૧ પ્રાયશ્ચિત, ૨ વિનય, ૩ વૈયાવૃત્ય, ૪ સ્વાધ્યાય, ૫ ધ્યાન, અને ૬ કાર્યોત્સર્ગ એ છ પ્રકારના અત્યંતર તપ છે,
જે તપ કરવાથી દુર્થાન ન થાય, મન, વચન, અને કાયગની હાની ન થાય તથા ઇંદ્ધિઓ ક્ષીણું ન થાય એવી રીતે તપ કરવાનો છે. તેમજ આ લેકના સુખ સંપત્તિ અને કીર્તિની ઈચ્છા રહિત, નવ પ્રકારના નિયાણુરહિત અને સમતાપૂર્વક કરવાથી જ આત્માને લાભ થાય છે.
૧૬ સુપાત્રદાન પદ–સંસાર સમુદ્ર તરવાને વહાન સમાન ચાર પ્રકારના ધર્મમાં દાનને પ્રથમ ગણેલ છે. તેના મુખ્ય પાંચ ભેદ છે. ૧ અભય, ૨ સુપાત્ર, ૩ અનુકંપા, ૪ ઊચિત અને ૫ કીર્તિદાન એવા તેના નામ છે. તેમાં પહેલા બે પ્રકારના દાન પરંપ મોક્ષ ફલને આપનાર છે, અનુકંપાદાનથી સુખ પામે, ઊચીત દાનથી પ્રશંસા પામે, અને કીર્તિદાનથી સર્વત્ર મોટાઈ પામે છે.
૧૭ શ્રી સમાધિ પદ–ચતુવિધ શ્રીસંઘ-સાધુ-સાધવી, શ્રાવક અને શ્રાવિકાને દ્રવ્ય અને ભાવ બન્ને રીતે સમાધિ ઉપજાવવાને માટે યથાશક્તિ ઉદ્યમ કરવાથી આ પદનું આરાધન થઈ શકે છે. તેમજ પિતાના આત્માને ગમે તેવા અસમાધિના કારણ મળે તેવા સંજોગોમાં સમભાવ ધારણ કરી સમાધીમાં રાખવા પ્રયત્ન કરે એ પણ આત્મહિતકર્તા છે.
૧૮ શ્રી અભિનવ જ્ઞાનપદ–આ પદને અપૂર્વ શ્રતગ્રાહિ પણ કહે છે. આ પદારાધનને ઉદ્દેશ એ છે કે આગમ, અંગ ઉપાંગાદિને સુત્રાર્થ સહિત હમેશાં નવિન નવિન અભ્યાસ કરે. તેથી તત્વાતત્વનું સુક્ષમજ્ઞાન અને બંધ થાય છે. સુક્ષમધથી તત્વ પ્રતિતી થાય, તેથી સમકિત નિર્મળ થાય છે.
For Private and Personal Use Only