________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૫
૨૭ ભવ. 3 ધન્ય કુમારને દીક્ષા માટે સંકલ્પ. - કાકડી નગરીમાં એક ધનાનામે સાર્થવાહનો ધન્યનામે પુત્ર હતુંએ સાર્થવાહની સમૃદ્ધિ કેટલી હતી, તેને ખ્યાલ એટલા પરથી જ આવશે કે, ધન્યની માતા ભદ્રાએ પિતાને પુત્ર યુવાવસ્થા પાપે, ત્યારે તેને ભેગ સમર્થ જાણ ભેગ વિલાસ માટે બત્રીશ પ્રાસાદ કરાવીને, બત્રીશ શ્રેષ્ઠિની રૂપ, ગુણ, અતિ લાવણ્યવાન ઉત્તમ કન્યાઓની સાથે એક જ દિવસે, તેનું લગ્ન કર્યું હતું. ધન્યકુમાર તે એની સાથે દેગુંદિક દેવની જેમ સુખ
ગવતે હતે સ્વસ્ત્રીઓની સાથે ભેળ ભેગવતાં તેણે કેટલાંક વર્ષ વ્યતીત કર્યા.
એકદા ભગવંત મહાવીર તે નગરીમાં સમસય. તેની ખબર ધન્યકુમારને થવાથી, તે પણ ભગવાનના દર્શનમાં ઉત્કંઠિત થઈને પગે ચાલતા પ્રભુની સમીપે ગયા નિષ્કારણ એવા જગતબંધુ ભગવાનને પ્રદક્ષિણા દઈ, વાંકી તેમની પાસે ભવને છેદ કરનારી એવી વૈરાગ્યમય દેશના સાંભળી, અને વૈરાગ્ય પામ્યા. ત્યાંથી માતા પાસે જઈને કહ્યું કે, “ હે આતાજી! ભગવાનની દેશના સાંભળીને મને વૈરાગ્ય થયો અને વિષયમાં ઉદ્વેગ થયે છે માટે આપ મને દીક્ષા ગ્રહણ કરવાની આજ્ઞા આપે.” | મુનિનાં વ્રત પાલન કરવામાં અનુફલ પ્રતિફલ ઉપસર્ગો સહન કરવા, તથા રસ વિનાના વિરસ આહાર કરવા ઈત્યાદિ અનેક પ્રકારનાં દુઃખ છે, એમ માતાએ જણાવ્યું. યુવાવસ્થામાં દીક્ષા ન લેવા તેણે તેને ઘણી યુક્તિપ્રયુક્તિથી સમજાવ્યે, તે પણ ધન્યકુમારે વિષય ભેગની લેશ માત્ર પણ ઈચછા કરી નહી.
માતાએ તે નગરીના રાજા છતશત્રુને આ હકીકત નિવેદન કરી. હમેશાં નગરીના મોટા ધનાઢય કુટુંબને રાજ્ય સાથે સંસારિક નેહ સંબંધ હોય છે. સંબંધ હોવાને લીધે પોતાના પુત્રને સમજાવવા ભદ્રામાતા, રાજાની મદદ માગે એમાં નવાઈ નથી. રાજાએ ધન્યકુમારને વિવિધ પ્રકારે સમજાવ્યા, પણ તેના વૈરાગ્ય ભાવ અને દીક્ષા લેવાના પરિણામમાં લેશમાત્ર ન્યૂનતા થઈ નહીં.
For Private and Personal Use Only