________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૦ રણુમાં આપ્યા છે, કારણુ ભગવંતના શાસનના સાધુ, સાધવી, શ્રાવક અને શ્રાવિકાઓ, ભગવંતથી ઉપદેશ પામી, ભગવતના સહવાસમાં આવી, આત્મકલ્યાણના ભાગીદાર થયા. તેથી તેમના વૃત્તાંતે ભગવંતના ચરિત્ર સાથે સંબંધ ધરાવે છે. તેઓનું આત્મકલ્યાણ કરવાની પ્રભુની ભાવના એજ તેમનું લક્ષ્યબિંદુ હતું. કેટલાક સામાન્યગુણવાળા કે પાપાચરણ સેવનારા પણ, પ્રભુના ઉપદેશથી પાપાચરણને ત્યાગ કરી, ચારિત્ર અંગીકાર કરી, પોતાના જીવનને ઉંચ કેટીનું બનાવી ગયા છે. એજ પ્રભુના ગુણે અને ચારિત્રને મહિમા છે. તેથી તેને લાભ મેળવવા ૨ના ટુંક વૃત્તાંત આપવા જરૂરના જણાયાથી, તે આ પ્રકરણમાં આપવામાં આવ્યા છે. ભગવંતના શાસનમાં તો ઘણું સાધુઓ હતા તેમાંથી વાનગી તરીકે થેડાઓનું વૃત્તાંત આપ્યું છે. તે કાળમાં સમુદ્રના મધ્ય પ્રદેશમાં આદ્રક નામને દેશ હતે.
તેમાં આદ્રક નામનું નગર હતું. તેના આદ્રકુમાર રાજા આદ્રકને આદ્રકુમાર નામે પુત્ર
હતે. તે યુવાવસ્થાને લાયક થઈ તેને લાયક લેગ ભેગવતે હતે. શ્રેણિક રાજાના પુત્ર અને મંત્રી અભયકુમાર હતા, આદ્રકુમાર અનાર્ય દેશમાં ઉત્પન્ન થએલા હતા, છતાં તેમને અભયકુમાર સાથે મૈત્રી બંધાઈ અને નેહના વશથી ઉત્તમ વસ્તુઓ ભેટ મોકલી. અભયકુમાર જૈનશાસ્ત્ર જ્ઞાનમાં કુશળ હતા. બુદ્ધિના નિધાન જેવા તે અભયકુમારને વિચાર થયે કે, સાધુ ધર્મની વિરાધના કરવાથી તે અનાર્ય દેશમાં ઉપન્ન થયા હશે. પણ તે મહાત્મા આસનભવ્ય-નિકટભવી–હે જોઈએ, કારણકે અભવ્ય અને દુભવ્યને મારી સાથે પ્રીતિ કરવાની ઈચ્છા થાય જ નહી. પ્રાયઃ સમાન પુણ્ય પાપવાળા પ્રાણીઓને જ પ્રીતિ થાય છે. તેઓના સ્વભાવમાં મળતાપણું હોય છે. સમાન વય, સમાન ગુણ, અને સમાન વિચારવાળાની સાથે મૈત્રી થાય છે, તે તે ટકી
For Private and Personal Use Only