________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૩
ર૭ ભવે. ] નદિષણમુનિ દેવલોકમાં એક તૃણ ખેંચીને પિતાના તપની લબ્ધિથી સાડાબારકરે સેનેથાની વૃષ્ટિ કરી, અને કહ્યું કે, “જો તારે ધર્મલાભનું પ્રયોજન ન હોય તે, આ ધનને ઢગલે ગ્રહણ કર.” એમ કહી તે મુનિ પાછા વળી તેના ઘરમાંથી નિકળવા જાય છે, તેટલામાં તે ગણિકા તેમની આગળ આવીને મુનિના વસ્ત્રને છેડે પકડી ઉભી રહી. મુનિને લલચાવનારી વાણીવડે, તેમને ઘણી નમ્રતાપૂર્વક આજીજી કરી, પિતાને ઘેર રહેવાને માટે પ્રાર્થના કરી. તેણીને કે મળ વચ. નેએ તેમના મન ઉપર અસર કરી. શાસન દેવે કહેલું વચન તેમને યાદ આવ્યું. તેથી તેના વચનેથી રકત થઈને નષેમુનિ તેના ઘરમાં જ રહ્યા. પરંતુ તે વખતે તેમણે એ અભિગ્રહ લીધે કે, “અહીં આવતા નટ વિગેરે પુરૂષને ધર્મોપદેશ આપીને, તેમાંથી દરરોજ દશજણને પ્રતિબંધ પમાડે, તેમને ભગવંત પાસે દીક્ષા લેવા મેકલીને મારે ભેજન કરવું.” પછી મુનિને વેશને ત્યાગ કરી રજોહરણ તથા મુનિને લાયકનાં કપડાં તથા ઉપધી ઉંચી ખુંટીએ મુકી, ગણિકા સાથે વિષય સુખ ભેગવવા લાગ્યા. હમેશાં દશ માણસને પ્રતિબોધ કરી દીક્ષા ગ્રહણ કરવા માટે પ્રભુ પાસે મોકલવા લાગ્યા. એવી રીતે બાર વર્ષ વ્યતીત થયા પછી, એક દિવસ તેમણે નવ માણસને પ્રતિબંધ પમાડયા, દશમા એક સોની કઈ રીતે પ્રતિબંધ પામ્યું નહી. ભેજનસમય વીતી ગયા. ગણિકાએ બે વખત રસોઈ કરી, પણ ઠરી ગઈ. તેણે વારંવાર ભજન માટે પ્રાર્થના કરવા લાગી, ત્યારે તેમણે કહ્યું કે, “હજુ દશમો માણસ બધા પામ્યું નથી.” તે સાંભળી ગણિકા હિસીને બોલી કે “હું સ્વામી ! ત્યારે દશમા તમેજ થાઓ.” તે સાંભળીને નદિપેણ ભેગકર્મ ક્ષીણ થવાથી તૂર્વ ઉઠયા ગણિકાઓ ઘણા મેહક વાથી આગ્રહ કર્યો, છતાં તેણુની કિંચિત્ પણ દરકાર કર્યા વિના તેને તૃણની જેમ છેડી દઈને શ્રી વિરપ્રભુ પાસે જઈને ફરીથી દીક્ષા ગ્રહણ કરી; અને પિતાને દુષ્કર્મની આલેચના કરી. પછી શુદ્ધ નિરતીચાર ચારિત્રનું પાલન કરી, છે ઘટે અનરાન શરૂ કરીને દેવલોકે ગયા. આ નક્રિણ મુનિ દશપૂર્વ ઘારી હતા. તેમજ
For Private and Personal Use Only