________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
સુલસા અંબઇ સંલાપ,
૫૪૫
આવવાની નથી. આપ અહીંથી ચાલ્યા જાઓ.” સુલતાએ તેને રેકડો જવાબ આપી દીધે.
પિલા મોકલેલા પુરૂષે અબડની પાસે આવીને તમામ વૃત્તાંત કહ્યો. આવી રીતે સુલસાને અચલિત મનવાળી જઈને, અબડને મનમાં બહુ પ્રસન્નતા થઈ; અને ચિંતવવા લાગ્યો કે, ભગવત મહાવીર પ્રભુએ ભર સભામાં આ સતોની જે સંભાવના કરી હતી, તે ઘટિતજ છે. કારણ હું મોટી માયાએ કરીને પણ તેને સમકિતથી ચલિત કરી શકો નહિ, પછી તે બધો પ્રપંચ સંહરી લઈ પોતાના મુળરૂપે નૈષધિકી બેલ સુલસાના ઘર આગળ આવ્યું.
સુલસા તેને જોઈને ઉભી થઈ સામી આવી અને કહ્યું કે, “હે ધર્મબંધુ ! હે શ્રી જગબંધુવીર પ્રભુના ઉત્તમ શ્રાવક! તમે કુશળ છે?” સુલસાએ સ્વર્મિબંધુભાવથી અને પ્રભુને વ્રતધારી શ્રાવક છે એ ભાવથી, તેનું સ્વાગત કરવાને તેના સુખ સમાચાર પુછયા. તે પછી માતાની જેવી વત્સલ સુલતાએ, તેના ચરણ ધોયા, અને પિતાના ગૃહત્યની વંદના કરાવી.
ચત્યની વંદના કરીને અંબડે શુદ્ધબુદ્ધિએ સુલસાને કહ્યું કે, મારા વચનથી તુ શાશ્વત અને અશાશ્વત ચૈત્યને વંદન કર.”
પછી પૃથ્વી પર મસ્તક નમાવી તેણીએ જાણે પ્રત્યક્ષ જોતી હોય તેમ મનમાં ભકિત ભાવ લાવીને વંદના કરી અંબડે ફરીવાર સુલસાને કહ્યું કે, “ધર્મ નેહી બહેન ! આ જગતમાં તમે એકજ ગુણવતી છે, કે જેના ખબર વીર પ્રભુએ મારા મુખથી પુછયા છે.”
તે સાંભળી સુલસાએ હર્ષ પામીને વંદના કરી, અને રોમાચિંત શરીરે ઉત્તમ વાણીથી પ્રભુની સ્તુતિ કરી. ફરીવાર પરિક્ષા કરવાની ઈચ્છાએ, એ ઉત્તમ અંબડે સુલસાને કહ્યું કે “હે ભદ્ર! હમણાં બ્રહ્માદિક દેવે આ નગરની બહાર પ્રગટ થયા હતા, અને ધર્મના વ્યાખ્યા કરતા હતા નગરજને તેમને વાંદવા ગયા હતા, અને તેની પાસે ધર્મ સાંભળે હતે; પણ તમે કેતુકથી પણ ત્યાં કેમ ગયા ન હતા ?
69.
For Private and Personal Use Only