________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
શ્રી મહાવીરસ્વામિ ચિત્ર.
[ પ્રકરણુ ૧૭ કઇ જવાબ આપ્યા નહી. સરળ બુદ્ધિવાળા શેઠને તેથી કાંઇ શકા આવી નહી. તે પોતાના સ્થાનમાં સુઈ ગઈ હશે એમ ધાર્યું, ખીજે દિવસે પણ તેની કાંઇ ભાળ મળી નહી. તેમજ ત્રીજે દિવસે પણ કોઈએ કાંઈ જવાબ કે બાતમી આપી નહી, કે તેને જોઇ નહી, તેથી શંકા અને કોપથી આકુળવ્યાકુળ થએલા શેઠે રિજનને કહ્યું કે, “ તમે બધા જાણતા છતાં ચંદના સંબંધે કઇ માહિતી નહી આપે. તે હું તમા સને શિક્ષા કરીશ; તમે અત્યાર સુધી મહારૂં' લુણ ખાધુ છતાં, મને તમે સત્ય હકીકત જણાવતા નથી એ બરાબર નથી. ત્રણ દિવસથી હું તપાસ કરૂં છું, છતાં ચંદ્રના કયાં છે ? તેની મને કંઇ ખબર મળે નહી એ તે ખરેખર ઘરની અવ્યવસ્થાની પુરેપુરી નિશાની કહેવાય. માટે તમે જે કંઇ જાણતા હૈ। તે મને સત્ય હકીકત જણાવી દે, ”
શેઠના કાપ અને પેાતાની પુત્રી તુલ્ય માનેલી ચંદનાના સ મધમાં માહિતી નહીં મળવાથી તેમના મનને થએલી દીલગીરીથી એક વૃદ્ધ દાસીને ઘણુ લાગી આવ્યું. તેણે ચિંતવ્યુ કે, “ હું ઘણા વષ' જીવી છું, હવે હું માતની નજીકમાં છું; માટે હું ચ'દનાનુ' વૃતાંત્ત શેઠને કહીશ, તેથી કદી શેઠાણી મને શું કરી શકશે ? ” આવે વિચાર કરીને ચઢનાની શેઠાણીએ કરેલી સ્થીતિ કહી સ‘ભળાવી, અને સાથે જઇ જે જગ્યામાં ચંદનાને પૂરી હતી તે જગ્યા બતાવી.
શેઠે તે જગ્યાનું દ્વાર ખેાલાવ્યુ. ક્ષુધા તૃષાથી પીડિત, નવીન પકડેલી હાથણીની જેમ એડીથી બાંધી લીધેલી, ભિક્ષુકીની જેમ માથે મુંડિત કરેલી, અને નેત્રમાંથી અશ્રુને જરતી ચંદનાને જોઇ. તેની આ પ્રકારની સ્થીતિ જોઇ શેઠે ઘણા દીલગીર થયા શેઠનુ હૈચું ભરાઈ આવ્યુ. અને નેત્રમાંથી અશ્રપાત થઇ ગયા. શેઠે તે પવિત્ર બાળાને કહ્યું કે, “ હે વત્સે ! તું સ્વસ્થ થા, તને આ સ્થીતિમાંથી મુક્ત કરવા હું. જેટલા અને તેટલા ઉપાયેા સત્વર *રૂ છું. ” એમ કહી પ્રથમ તેને ભાજન કરાવવા માટે ઘરમાં જે
For Private and Personal Use Only