________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩ જાવ. ] ચવતીના રત્નને પ્રભાવ. લાંબુ હોય છે પણ ચક્રવર્તીના હાથના સ્પર્શથી બાર જોજન સુધી વિસ્તારવાળું થાય છે, એટલે બાર જન સુધી છાયા આપવાનું કામ કરે છે. ચર્મ રત્ન બે હાથ પ્રમાણવાળું હોય પણ જ્યારે કાર્ય પડે ત્યારે ચક્રવર્તીના હાથના સ્પર્શથી બાર જોજનના વિસ્તારવાલું થાય છે. તેનામાં એ ચમત્કાર છે કે તેમાં સવારે ધાન્ય વાવે તે સંધ્યાકાલે પાકી તૈયાર થઈ ઉપગમાં આવે એવાં ફળ અને ધાન્ય નિપજાવે છે. દંડ રત્ન એક ધનુષ્ય પ્રમાણતું હોય છે, તે વાંકી ભૂમિ સમિ કરે છે. કામ પડેહજાર જે જન ધરતી કાપે (વિવારે) અને તમિસાદિક ગુફાના બાર ઉઘાડવાનું કામ કરે છે, મણિ રત્ન ચાર આંગળ લાંબું અને બે આંગળ પહોળું હોય છે. એ રત્નને એવે પ્રભાવ છે કે, તે હાથે કિવા માથે બાંધે તે સમસ્ત રેગને નાશ કરે છે. અને બાર જોજન સુધી ઉત (અજવાલું) કરે છે. કાંગણિરત્ન સુવર્ણમય ચાર આંગળ લાંબુ હોય છે. તે વૈતાઢય પર્વ. તની ગુફામાં બન્ને બાજુની ભીતમાં એગણપચાશ માંડલાં કરવાના હોય ત્યારે કામમાં આવે છે.
ચક્ર ખ, છત્ર અને દંડ એ ચાર રસ્તે ચકવર્તીની આયુધશાળામાં ઉત્પન્ન થાય છે. ચર્મ, મણિ, અને કાંગણિ રત્ન ચક્ર વતના લયમી ભંડારમાં ઉત્પન્ન થાય છે.
ચક્રવર્તીને જે નવનિધાન પ્રાપ્ત થાય છે. તે ગંગા નદિના મુખમાંથી પ્રાપ્ત થાય છે.
૧ નિસર્ષ, ૨ પાંડુક, ૩ પિંગલ, ૪ સર્વરત્ન, ૫ મહાપદ્યા ૬ કાળ ૭ મહાકાળ ૮ માણવક અને ૯ શંખ
આ નિધાનના અધિષ્ઠાતા દેવે તેજ નામના પાપમના આયુષ્યવાલા હોય છે.
આ ચૌદ મહા રને અને નવનિધાનને પ્રભાવ અને શક્તિ અલૌકિક હોય છે. ચક્રવર્તીને જ્યારે રાજ્ય પ્રાપ્ત થાય છે ત્યાર પછી દેવતાધિષ્ઠિત ચક્ર રત્ન તેમની આયુદ્ધશાળામાં પ્રગટ થાય
For Private and Personal Use Only