________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ! કર્મસત્તા સંબંધી ચંદનાને વિચાર, કઈ રસવતી તૈયાર હોય તે લેવા રસોડામાં ગયા પણ દૈવગે ત્યાં કંઈ પણ અવશેષ ભેજન જોવામાં આવ્યું નહી; પણ એક સૂપડાના ખુણામાં પડેલા કુલમાષ (અડદ) તેમના જેવામાં આવ્યા, તે લઈ જઈને ચંદનાને આપ્યા અને કહ્યું કે, “હે વત્સ ! હું તારી બેડી તેડાવાના માટે લુહારને બોલાવી લાવું છું, ત્યાં સુધી તું આ કુભાષનું ભેજન કર.” આ પ્રમાણે કહી શેઠ ઘેરથી ગયા.
શેઠના ગયા પછી ચંદના દ્વારના નાજિક ઉભી ઉભી વિચાર કરવા લાગી કે, “શું કર્મની કેવી વિચિત્ર ગતિ છે ? અહે! મારે રાજકુળમાં જન્મ કયાં? અને આ વખતે આવી સ્થીતિ ક્યાં! આ નાટક જેવા સંસારમાં ક્ષણમાં વધુ માત્ર અન્યથા થઈ જાય છે. એ બધું મેં જાતે અનુભવ્યું છે. હવે હું તેને પ્રતિકાર કેવી રીતે કરું ! હા! જીવ હવે ચિંતા શું કરવા કરે છે. મારા કંઈ પણ અપરાધ શીવાય શેઠાણીએ મને વિડંબના પમાઈ તેમાં તેને કંઈ દેષ નથી. મને પુત્રીવત્ પાલન કરનાર એ માતા તુલ્ય શેઠાણી મને આમ શા માટે દુખ આપે. એતે મહા પૂર્વ ભવના કર્મોને દેષ છે. તે કર્મના લીધે જ તેમને આવી બુદ્ધિ સુઝી કેમ નહી હોય? પણ હે જીવ!હવે તું શા માટે શેક કરે છે. પૂજ્ય પિતાજી ભજન કરવા સારૂ આ કુલમાષ આપી ગયા છે. તે પ્રાસુક છે, મને ત્રણ ઉપવાસ થયા છે, એટલે અઠમના પારણે આ ભેજન મળ્યું છે. આ વખતે જે કઈ અતિથિ આવે તે તેમને દાન કરી પછી હું પારણું કરૂં, અન્યથા હું ભજન કરીશ નહી.” આવા વિચાર કરી તેણે દ્વાર બહાર દૃષ્ટિ નાખી. પવિત્ર હૃદયથી કરેલી શુભ ભાવના એને ઉગ્ર પુણ્યના ગે કેવી રીતે પોષણ મળે છે, તેને આ ક્ષણે આપણને અનુભવ થાય છે. જે સ્થીતિમાં ચંદના છે તેવા વખતમાં અતિથિને દાન દીધા શીવાય હું જમીશ નહી, એ સંક૯૫ ચંદના જેવી ચરમ શરિરો બાળાનેજ થાય, અને તત્કાલ તે સંકલપની પુરતી થાય. પ્રિય વાંચક! આ વખતના બનાવનું શાંતચિત્તે આપ ચિંતવન કરો. પુણ્યશાલી અને ધમિ ઉપર આવેલી
For Private and Personal Use Only