________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ( પ્રકરણ ૧૭ - શતાનિક રાજા વિગ્રહમાં જય પામવાથી કૃતાર્થ થતા હર્ષ પૂર્વક કૌસાંબી નગરીએ પાછા આવ્યા.
ધારણી દેવીના રૂપથી મેહ પામેલા સુભટે તેને પિતાની સ્ત્રી બનાવવાની અને કન્યાને કૌશાંબીમાં વેચી દેવાની ઈચ્છા જણવી. અજ્ઞાન અને કામાંધ પુરૂષોને ધિક્કાર છે.
સતી ધારણ દેવીએ સુભટના આવા પ્રકારના વિચારો સાંભળી મનમાં વિચાર કર્યો કે, “હું ચંદ્રથી પણ નિર્મળ એવા વંશમાં જન્મેલી છું. વળી મહાન વંશમાં ઉત્પન્ન થએલા દધિવાહન રાજાની પત્નિ છું, અને શ્રી જિનેશ્વરના ધર્મની ઉપાસક છું. તે ધમ મને પરિણમે છે. તે આવા પાપાશય વાલા અક્ષરે સાંભળવા છતાં હું પાપનું ભાજન થઈને હજુ કેમ જીવું છું? આવા શબ્દ સાંભળ્યાં છતાં હું જીવિતને ધારણ કરૂં છું તેથી મને ધિક્કાર છે, અરે સ્વભાવે ચપળ એવા જીવ ! હજુ આ દેહમાં બેસી કેમ રહો છું ? જે તું તારી મેળે નહી નીકળે તે શીકારી જેમ પક્ષીને માળામાંથી બહાર કાઢે તેમ હું તને બલાત્કારે કાઢીશ.” શિયળ રક્ષણના ઉગ્રાવેશમાં ઉત્પન્ન થએલા વિચારોમાં લીન થએલી રાણીનું હૃદય બંધ પડી ગયું, અને તેને આત્મા સગતિમાં ચાલ ગ. ધન્ય છે આવી સતી સ્ત્રીઓને કે જેઓ પવિત્ર શિયલ રક્ષણના માટે પિતાના પ્રાણની પણ દરકાર કરતી નથી. રાણીને મરણ પામેલી જોઈ સુભટને ખેદ થયે કે, “ આવી સતી સ્ત્રીને માટે મેં પાપમય અપવિત્ર વિચાર કરી, જે શબ્દ હું છે તેથી મને ધિક્કાર છે. મેં ઘણું ખરાબ કામ કર્યું. મારી દુષ્ટ વાણુ માત્રથી આ સતી સ્ત્રીએ પ્રાણ ત્યાગ કર્યો, તેમ કદી આ કન્યા મૃત્યુ પામશે. માટે મારે તેને ખેદ ઉપજાવે નહી.” આવા વિચારથી તે રાજકન્યાને મીઠા વચનથી લાવતે કૌશાંબી નગરીમાં લાવ્યા, અને તેને રાજ માર્ગમાં વેચવાને ઉભી કરી.
For Private and Personal Use Only