________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. 3. અવધિજ્ઞાન સ્વરૂપ.
૧૪૭ ૬ અપ્રતિપાતી અવધિજ્ઞાન--જે સમગ્ર લોકને દેખીને અલકને એક પ્રદેશ દેખે, આવ્યું ન જાય તેને અપ્રતિપાતી અવધિજ્ઞાન કહે છે. આ જ્ઞાન અવશ્ય કેવલજ્ઞાન પેદા કરે છે.
આ પ્રમાણે છ ભેદ અવધિજ્ઞાનના છે. હીયમાન અને પ્રતિપાતીમાં એટલી તારતમ્યતા છે કે હીયમાન અવધિજ્ઞાન હળવે હળવે ઘટતું જાય છે, ત્યારે પ્રતિપાતી અવધિજ્ઞાન-વિધ્યાત પ્રદીપની પેઠે સમકાળે સામટું જાય છે. એટલે તેમાં વિશેષ છે.
અવધિજ્ઞાન એ દેશ પ્રત્યક્ષ જ્ઞાન છે. મર્યાદિત છે, તેથી તેને દેશ પ્રત્યક્ષ કહે છે. અવધિજ્ઞાની દ્રવ્યથી જઘન્યપણે સામાન્ય વિશેષેપગે અનંતા રૂપી દ્રવ્ય જાણે દેખે, ઉત્કૃષ્ટપણે સર્વરૂપી દ્રવ્ય જાણે દેખે. ક્ષેત્ર થકી અવધિજ્ઞાની જઘન્યથી અંગુલને અસંખ્યાતમે ભાગ જાણે દેખે, ઉત્કૃષ્ટપણે અલકને વિષે લેાક જેવડાં અસંખ્યાતા ખડુક જાણે છે. કાળા થકી અવધિજ્ઞાની જઘન્યથી આવળિકાને અસંખ્યાતમો ભાગ જાણે દેખે, ઉત્કૃષ્ટપણે અસંખ્યાતી–ઉત્સર્પિણ અવસર્પિણી લગે અતીત (ભૂત) અનાગત (ભવિષ્ય) કાળ જાણે છે. ભાવ થકી અવધિજ્ઞાની જઘન્યથી અસંખ્યાતાભાવ જાણે દેખે, ઉત્કૃષ્ટથી પ્રત્યેક દ્રવ્યમાં અસંખ્યાતા પર્યાયે જાણે. (જુઓ જ્ઞાન પંચમી દેવ. પૃ. ૨૨૬.).
વિર્ભાગજ્ઞાન મિઠાવીને હોય છે, તે મલીન હોય છે. તે ભાવથી અવળ સવળું જાણે . અવધિજ્ઞાનીની પેઠે તેનામાં નિર્મળતા હોતી નથી.આ વિર્ભાગજ્ઞાન પણ અવધિજ્ઞાનની જાતિજ છે.
૧ દેવતા અને નારકીને અવધિજ્ઞાન ભવ પ્રત્યયીક છે. એટલે તેઓ તે ભવમાં વર્તતા હોય ત્યાં સુધી નિયમાં તેમને તે જ્ઞાન હાયજ,
૨ મનુષ્ય અને તિર્યંચને ગુણ પ્રત્યયીક છે. તે શુભ પરિણમના વશથીજ પ્રાપ્ત થાય છે. ઉપર જે છ ભેદ બતાવવામાં
For Private and Personal Use Only