________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
શ્રા મહાવીરસ્વામિ ત્રિ
[ પ્રકરણ ૨૭ ભવ તપશ્ચર્યાદિ કરવી પડે છે, અનેં ઉચ કૈાટીમાં આવવા ભગીરથ પ્રયત્ન કરવા પડે છે, તે જ્ઞાન ભગવતના દશનથી અને થોડા કાળના સહવાસથી પ્રાપ્ત થાય છે. ગણધરો હંમેશ ચતુથ જ્ઞાન ધારી હોય છે. ચતુર્થ મન:પર્યાંવ જ્ઞાનની શક્તિ કેટલી છે, તે આગળ આપણે જ્ઞાનના પ્રકરણમાં જોઇ ગયા છીએ. જગતમાં રહેલા સ‘ત્તી પંચદ્રિય જીવેાના મનેાગત ભાવ જાણવાની તેમનામાં શક્તિ હાય છે. સંપૂર્ણ શ્રુતજ્ઞાનીઓના તે સરદાર હોય છે.
આટલી બધી લબ્ધિ અને જ્ઞાન શક્તિ ગણધર મહારાજ ગૌતમસ્વામીમાં હતી, છતાં તેમનામાં ગુરૂભક્તિ અને ગુરૂ ઉપરના ભકિતરાગ અને આજ્ઞાપાલન ગુણુ અનુપમ હતા. પ્રભુની આજ્ઞા શીવાય તેએ કંઈ પણ પ્રવૃત્તિ કરતા ન હતા. પ્રભુ ગમે તે વખતે ગમે તે આજ્ઞા ફરમાવતા, તેના તૃત જ પાતે ઉલ્લાસ પૂર્ણાંક અમલ કરતા. પ્રભુની આજ્ઞાને અમલ કરવાથી પેતાની મહત્વતાને કડક પણુ ઉણપ આવશે, એવા તેમના આત્માના એક પ્રદેશમાં પણ વિચાર ઉત્પન્ન થતા નહી. એટલુંજ નહી પણ પાતે પદાર્થનું સ્વરૂપ આગમ શૈલીથી જે જાણતા હતા, તે યથાથ' છે કે નહિ તે વખતે વખત પ્રભુને પુછીને ખાત્રી કરતા. ‘ હું જાણું છું. તે યથાય છે; ભગવંતને કંઇ પુછવાની જરૂર નથી, ' એવુ કદી પણ તેમના મનમાં આવ્યું નથી. જ્ઞાનના ગવ કદી પણ તેમને થયા નથી.
'
આટલી ઉંચકાટીએ પહોંચ્યા છતાં તેઓ તપ કરવામાં થુરા હતા. માહ્ય અને અભ્યતર તપજ માત્માને ઉચ કૈટીમાં લઇ જનાર છે, એમ તેમનેા શ્રુતજ્ઞાનના મળથી અને પ્રભુની આજ્ઞાથી નિશ્ચય હતે, અને તે નિશ્ચયમાં અનુપમ શ્રદ્ધા હતી. તેઓ હમેશા છઠને પારણે છઠના તપ કરતા હતા. છતાં તેઓનુ શરીર મહા ભવ્ય અને તેજસ્વી હતુ, એમ નીચેના બનાવ ઉપરથી જણાઇ આવે છે.
For Private and Personal Use Only