________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ બવ ]
એકવીશ ગુણો. વિગેરે પાપકાર્યનું સેવન કરવું નહી. એવા પ્રકારના દુઃખની
હીક રાખવી. ધર્મ સાધનની ઈચ્છાવાન પુરૂષે એવા પાપકાર્યથી કરવું જોઈએ.
૭ અશઠ–નિષ્કપટી પુરૂષ બીજાને ઠગતે નથી, તેથી વિશ્વાસ કરવા લાયક, પ્રતીતિ કરવા લાયક છે; તથા વખાણવા યોગ્ય છે. તેવા પુરૂષ ભાવપૂર્વક ઉદ્યમ કરે છે, તે કારણથી તે ધર્મને યેગ્ય ગણાય છે.
यथाचित्तं तथा वाचो, यथावाचस्तथा क्रिया, धन्यास्ते त्रितये येषां, विसंवादो न विद्यते ॥ १॥
જેવું ચિત્તમાં હોય તેવી વાણી હોય, અને જેવી વાણી હોય તેવી કૃતિ હય, એ રીતે ત્રણ બાબતમાં જે પુરૂષને અવિસંવાદમળતાપણું હોય, તેઓ જ ધર્માનુષ્ઠાનમાં સદભાવપૂર્વક પ્રવર્તે છે.
૮ સુદાક્ષિણ્ય–સારા દાક્ષિણ્યવાળે માગણી કરતાં પિતાને કામધંધે મુકીને બીજાને ઉપકાર કરતા રહે છે, તે કારણથી તેનું ગ્રાહ્યવાય કઈ ઉલંઘે નહિ એ તે થાય છે, તથા અનુવર્તનીય રહે છે. એટલે બધા ધાર્મિક જનને તેની ચેષ્ટા સારી લાગે છે, કારણ ધાર્મિકલેકે તેના દાક્ષિણ્યગુણથી ખેંચાઈને મરજી નહિ છતાં પણ ધમને સેવે છે. દાક્ષિણ્યતા સારા એટલે પુણ્યકાર્યની અંદર કરવી, કેમકે તે ઉભયને ઉપકાર કરનાર હોય છે પરંતુ પાપના હેતુઓમાં અથવા પાપકાયને ઉત્તેજન મળે તેવા કાર્યમાં દાક્ષિયતા રાખવી નહિ.
૯ લજજાળુપણું–લજજાવાળો પુરૂષ નાનામાં નાના અકાયને પણ દર વજે છે, સેવ નથી. તેથી તે સદાચારને એવી શકે છે. સદાચરણનું સેવન કરવામાં કશી શરમ તેને લાગતી નથી, તેમજ સ્વીકારેલ વાતને કઈ રીતે મુકતો નથી. કારણ કે સતકાર્યને છોડવું એ પણ લજજાનું કારણ છે.
સુકુલમાં જન્મેલા પુરૂષમાં આ ગુણ હોય છે.
For Private and Personal Use Only