________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૫
૨૭ ભવ. ] બે તવનું આલંબન. દીક્ષાના કાલથી લક્ષ્ય હતું. તે આત્મિક લક્ષમીને દબાવી રાખનાર શત્રુઓના ઉપર ચઢાઈ કરી, તેમને જીતી, અનાદિ કાલથી જીવની સત્તાને દબાવી પડેલા તેમની સાથે યુદ્ધ કરી, તેમને પરાજ્ય કરી, તેમને આત્મ પ્રદેશમાંથી સદાને માટે કાઢી મુકવાને, ભગવંતે ઘર સંગ્રામને પ્રારંભ કર્યો હતો. તેમણે આત્મા અને શરીરને ભેદ બરાબર લક્ષ્યમાં રાખી, અંતે નાશ થનારા શરીરની દરકાર નહી કરતાં આત્મ રક્ષણની દરકાર કરી હતી, એમ સાડાબાર વર્ષ સુધીના તેમના ચારિત્ર પાલન ઉપરથી આપણને સ્પષ્ટ જણાઈ આવે છે. જે નિશ્ચય દીક્ષાના દિવસે તેમણે કરેલ તેને છેવટ સુધી ટકાવી રાખ્યું હતું. ગમે તેવા પ્રાણાંત ઉપસર્ગોમાં પણ ભગવંત પિતાના નિશ્ચયમાંથી લેશ માત્ર ચલાયમાન થયા નથી.
કેવલ જ્ઞાનીઓએ જગતમાં નવા પ્રકારના તત્વ બતાવેલા છે.
તેમાં અંતિમ નવમું મોક્ષ તત્વ છે. એ બે તત્તવનું આલંબન મોક્ષ તત્વની જીવને પ્રાપ્તિ કરાવનાર
નિર્જરા અને સંવર એ બે તત્વ છે. નિજ તત્વ જે કર્મ આત્માને અનાદિ કાલથી પરંપરાથી લાગેલાં છે, તેને નીરસ બનાવી આત્મા પ્રદેશથી છુટા પાડે છે. સંવતત્વ મિથ્યાત્વાદિકારણેને લઈને કર્મને જે નવીન બંધ થાય છે, તે નવીન કર્મ બંધ થતાં અટકાવે છે. તેના વેગે પરિણામે મેક્ષ તત્વની પ્રાપ્તિ સ્વાભાવિક થાય છે. દીક્ષાના સમયે સામાયિકના પાઠથી નવીન સાવદ્ય વેગના ત્યાગને નિયમ અંગીકાર કરી, પ્રભુએ તેનું સારી રીતે પાલન કર્યું એટલે નવીન કર્મ બંધને રોકી રાખ્યા, અને નિર્જરા તત્વની મદદથી પુરાણું જે કર્મ આત્મ પ્રદેશને લાગેલાં હતાં, તેને ખપાવી નાખ્યાં. આજ રસ્તો મોક્ષ તત્વની સાધનાને પ્રભુના ચરિત્ર ઉપરથી આપણને સ્પષ્ટ જણાઈ આવે છે.
પ્રભુએ આ છઘસ્થાવસ્થામાં ચારિત્ર પાલન કેવી રીતે કર્યું, તેનું નિરીક્ષણ જરૂરનું છે.
For Private and Personal Use Only