________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
લબ્ધિ સ્વરૂ૫. બેસાડી પીરસે, તે તે તમામને ધરાતા સુધી જમાડે તે પણ ખુટે નહી. પુલાક લબ્ધિને પ્રતાપ એ છે કે, જે યતિને તે પ્રાપ્ત થઈ હય, તે યતિ સંઘ પ્રમુખ શાસન સેવાના કાર્ય પ્રસંગે ચક્રવતિને પણ ચૂર્ણ કરી નાખે, એટલી શકિત ધરાવે. 'કરપાત્ર આહારપાણ કરવાની લબ્ધિ જેમને પ્રાપ્ત થઈ હોય તે મુનિ બે હાથ ભેગા કરે અને દાતાર તેમાં આહાર પાણી હરાવે, તે તેમાંથી અનાજને એક કણીએ કે પાણીનું એક ટીપું હાથમાંથી હેઠું પડે નહી. હજારે ઘડા પાણી બલકે સર્વ સાગરનું પાણી તેમના હાથમાં નાખવામાં આવે, તે પણ એ લબ્ધિના પ્રતાપથી પાણીની શીખા ઉપર વધતી જાય, પણ હાથમાંથી એક ટીપું હતું પડે નહિ. ભગવંત ઋષભદેવના હાથમાં એક આઠ ઘડા શેરડી રસનું દાન શ્રેયાંસકુમારે દીધું હતું. શેરડી રસ છતાં હાથમાંથી રસના ટીપાને એક બિંદુ પણ હેઠે પડયે નહતા. ભગવંત મહાવીર દેવે પણ કરપાત્ર આહારયાણ કરવાને અભિગ્રહ લીધા હતા. તપના પારણે તે કરપાત્ર આહાર ગ્રહણ કરતા હતા આ લબ્ધિથી પ્રાપ્ત થએલી શક્તિના લીધે જ તેમ કરતા હતા.
આ પ્રમાણે મુખ્યત્વે અઠાવીશ લબ્ધિઓ ઉપરાંત, ઘણું પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. પ્રકૃષ્ટ જ્ઞાનાવરણ વીયતરાયના ક્ષપશમને લીધે વિશેષે કરીને સમસ્ત મૃત સમુદ્રને એક અંતર મુહૂર્ત મહીં અવગાહિ જાય,એવી જે શકિત તેને મનોબલી લબ્ધિ કહે છે. તેમજ અંતર મુહુર્તમાં સર્વ શ્રતને ઉચ્ચાર કરવાની શકિત
૧ તીર્થકર અથવા જે મુનિઓને આ કરપાત્ર આહાપાણી ક૨વાની લબ્ધિ પ્રાપ્ત થઈ હોય, તે શીવાય અન્યને કરપાત્ર આહ૨૫ાણું કરવાનો અધિકાર નથી. વર્તમાનમાં એવા લબ્ધિવંતેને અભાવ છે, તેથી કરપાત્ર આહારપાણી કરી શકાય નહીં. એ લબ્ધિના અભાવથી કરપાત્ર આહારપાણી કરવાનું સાહસ કરે તો તેમાંથી અન્ન કે પાણી હેઠે પડયા શીવાય રહે નહિં, અને તે જે ગળે, તે તેથી અનર્થની પરંપરા પ્રાપ્ત થાવને સંભવ છે.
42.
For Private and Personal Use Only