________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
મી મહાવીરસ્વામિ ચરિત્ર. { પ્રકરણ ૧૭ - ૭ તે પછી યમરાજના ભુજદંડ જેવા ભયંકર અને મોટી કણાવાળા સપને તેણે મહા કેપથી ઉત્પન્ન કર્યા. મેટા વૃક્ષને જેમ કૌચાની લતા વીંટાઈ વળે તેમ તે સર્પોએ મહાવીર પ્રભુને પગથી તે મસ્તક સુધી વીંટી લીધા. તે સપએ પોતાની ફણાઓ ફિાટી જાય તેવા જોરથી પ્રભુ ઉપર ફણુઓને પ્રહાર કરવા લાગ્યા, અને દાઢ ભાંગી જાય તેટલા જોરથી પોતાની દાઢવડે તેમને હસવા લાગ્યા, અને બધું ઝેર વમન કરી રહ્યા ત્યારે તે સર્વે નિસ્તેજ થઈ. ગયા. આ પ્રયત્ન પણ તેને ફેગટ ગયે,
૮ આઠમા ઉપદ્રવમાં તેણે વજ જેવા દાંત વાળા ઉંદરે ઉત્પન્ન કર્યા. તેઓ નખથી, દાંતોથી, મુખથી, અને કરથી પ્રભુના અંગને ખણવા લાગ્યા, અને તેની પર મૂત્ર કરીને શ્વત ઉપર # ૨ નાખવા લાગ્યા. તેમાં પણ તેનું કંઈ વળ્યું નહી.
૯ નવમાં પ્રયત્નમાં તેણે મોટા દાંત મુશળવાલે એક ગજેન્દ્ર વિકુ. પગના પાતથી જાણે પૃથ્વીને નમાડ હોય, અને મોટી તેમજ ઉંચી કરેલી સુંઢથી જાણે આકાશને તેને નક્ષ
ને નીચે પાડવા ઈચ્છતે હેય, તે તે ગજેન્દ્ર પ્રભુની ઉપર દેરી આવ્યું. તેણે દુર્વાર સુંઢથી પ્રભુના શરીરને પકડીને આકાશમાં દૂર ઊછાળી દીધું. પછી શરીરના કણે કણ વેરણ છેરણ થઈ જાય તે ઠીક એવું ધારીને તે દુરાશય હાથી દાંત ઊંચા કરી પ્રભુને પાછા ઝીલી લેવા દે. એવી રીતે ઝીલ્યા પછી તે દાંત વડે વારંવાર પ્રહાર કરવા લાગ્યા, કે જેથી પ્રભુની વજ જેવી છાતીમાંથી અગ્નિના તણખા નીકળવા લાગ્યા. તે પણ તે ભયંકર હાથી પ્રભુને ધ્યાનથી ચલાયમાન કરવા શક્તિવાન થયેલ નહી.
૧૦ દશમા ઉપસર્ગમાં તેણે એક પ્રચંડ વેગવાળી હાથી વિકવી. તેણે પોતાના મસ્તકથી અને તીક્ષણ દાંતેથી પ્રભુના શરીર ઉપર ઘણા પ્રહાર કર્યા, અને વિષ ની જેમ પોતાના શરીરના
For Private and Personal Use Only