________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ] સૂર્યનું દષ્ટાંત.
૧૫ નથી, એટલું જ નહી પણ કદી કોઈ તેમના પ્રત્યક્ષ તેમની સ્તુતિ કરતા હોય, ત્યારે તે તેને પરિસહ રૂપ માની તે વખતે સમભાવમાં રહે છે, જ્યારે અજ્ઞાનીએ પિતાના અલેપ સુકૃત્યની અતિશયોકિત પૂર્વક પોતે જ આત્મ પ્રશંસા કરે છે, બીજાની પાસે કરાવવાની ઈચછા રાખે છે, અને પિતાની પ્રશંસા સાંભળી અથવા વાંચી તે મનમાં ઘણે પુલાઈ જાય છે. તે દિવસે દિવસે અહંકારી બનતે જ કુટુંબ અને સમાજમાં વિવિધ પ્રકારના કલહનાં બી રેપે છે.
આ ઉપરથી અજ્ઞાની અને જ્ઞાની એ બેની વચ્ચે રહેલી તારતમ્યતાને સહજ ખ્યાલ આવશે. તેથી એ વિષે વિશેષ લંબાગ કરવ ની જરૂર જણાતી નથી.
શાસ્ત્રમાં જ્ઞાનની જ વ્યાખ્યા કરવામાં આવેલી છે, અને તેનાજ અપેક્ષાથી ભેદ પાડવામાં આવેલા છે. હવે જ્ઞાનના સંબંધેજ આગમમાં શું જણાવેલું છે તેને જ વિચાર કરીએ. જ્ઞાનના અંગે વિસ્તાર પૂર્વક વિવેચન નંદિસુત્ર, આવશ્યકાદિક ગ્રંથોમાં છે. સુફ
ધના અપેક્ષી જીજ્ઞાસુએ તે ગ્રંથાથી તે મેળવવા પ્રયતન કરવાની ભલામણું છે. અહીં તે પ્રસંગનુસાર સહજ વિચાર કરવામાં આવ્યું છે.
આત્મા અનનતજ્ઞાનવાન છે. જ્ઞાન એ આત્માને ગુણ છે. તેને જ્ઞાનાવરણીય કર્મના આવરણ લાગેલાં છે. સૂર્યના પ્રચંડ તેજના આડા ચોમાસાના કાળમાં ગાઢ વાદળાં આવે છે, તે વખતે તેને પ્રકાશ અવરાઈ જાય છે. મૂળમાં તો સુર્યને પ્રકાશ કાયમ હોય છે, છતાં વાદળાંના આવરણના લીધે તેના કારણે પ્રવિ ઉપર પ્રકાશ પાડી શકતાં નથી. તેજ વાદળાં જેમ જેમ કમતી થતાં જાય છે, તેમ તેમ અંધકાર છે થઈ પ્રકાશ વધતું જાય છે.
જ્યારે સંપૂર્ણ વાદળાં વિખરાઈ જાય છે, ત્યારે અંધકારને સદંતર નાશ થાય છે અને સંપુર્ણ પ્રકાશ પ્રગટ થાય છે.
For Private and Personal Use Only