________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભાવ ] દેવકમાંથી દેવાનું આવવું.
२८८ ધનાઢય સેમિલના ત્યાં યજ્ઞ કરાવવાને સારૂ એ અગીયારે પંડિતે પોતપોતાના છાત્ર સહિત આવેલા હતા. તેમના દરેકની સાથે શિષ્યને સમુદાય સેંકડોની સંખ્યાથી હતે. ચારે વેદના પારગામી, જુદા જુદા દેશના પંડિતથી જે યજ્ઞની ક્રિયા કરવામાં આવે, તેમાં સામાન્ય મનુષ્યને વિશેષતા લાગે એમાં નવાઈ નથી. યજ્ઞની અને તેના કરનાર કરાવનારની કીર્તિ સાંભળી યજ્ઞના આસ્તિક જીવે તેના દર્શનનો લાભ લેવા આવે એ સ્વાભાવિક છે, ને તેજ કારણથી અપાપા નગરી, દ્ધિ અને જૈનેતર દર્શાનીઓથી ઉભરાઈ જતી હતી.
પરદેશથી ઘણે સમુદાય યજ્ઞના દર્શન માટે આવે, તે જોઈ યજ્ઞ કર્મ કરાવનાર ઉપાધ્યાય અને તેમની સાથેના શિષ્ય સમુદાયને અતિ હર્ષ થાય, અને પિતાના માટે ઉંચમત થાય એ સ્વાભાવિક છે.
આજ સમયમાં ભગવંત મહાવીર એજ પ્રદેશમાં સમસયી. સમોસરણની રચના દેવતાઓએ કરી, અને તેમના દર્શન માટે દેવલેકમાંથી દે પણ કડોની સંખ્યામાં આવતા જોઈ, એ દ્વિજોત્તમ ગૌતમ (ઈંદ્રભૂતિ) ને પિતાના માટે અને પોતે જે યજ્ઞ કરાવતા હતા તેને માટે બહુ ઊંચે મત (અભિમાન) થ. તેમનાથી લાઘા (આત્મ પ્રશંસા) કર્યા શીવાય રહી શકાયું નહી. યજ્ઞ કરાવનાર સેમીલ અને અન્ય બ્રિજેને તેમણે કહ્યું કે, “આ યજ્ઞને પ્રભાવ તે જુઓ! આપણે મંત્રોથી લાવેલા આ દેવતાઓ આકાશમાંથી પ્રત્યક્ષ થઈને અહિં આવે છે.”
દેવતાઓ તે યજ્ઞપ્રદેશ તરફ નહી આવતાં, જ્યાં પ્રભુ મહાવીર સમવસરણમાં બિરાજી દેશના આપતા હતા ત્યાં ગયા. ગૌતમને આશ્ચર્ય થયું કે, “દે થઈને રસ્તે ભુલ્યા કે શું? તેઓ અહિં નહિ આવતાં કયાં જાય છે ?” તપાસ કરતાં લોકોએ તેમને જણાવ્યું કે, “અતિશય સહિત સર્વજ્ઞ પ્રભુ મહાવીર ઉદ્યાનમાં સમોસર્યા છે. સમોસરણની રચના થઈ છે, ત્યાં એ દેવે જાય છે.”
37
For Private and Personal Use Only