________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ] અગ્નિભૂતિની શંકાનું નિવારણ.
૨૯૭ મૂળ મુંને પણ નાશ થાય છે કેઈ શરીર નિરોગી અને સશકત હોય છે, ત્યારે કે શરીરે વ્યાધીથી પીડિત અને અતિ દુઃખી હોય છે. કોઈ બુદ્ધિમાન અને કળાવાન હોય છે, ત્યારે કોઈ મુરખ અને કલાવિહિન હોય છે. આવા કાર્યોનું મૂળ કારણ કર્મ છે. કારણ વિના કાર્યની ઉત્પતિ થતી નથી. કર્મની વિચિત્રતાથીજ દરેક પ્રાણુમાં ભિન્ન ભિન્ન વિચિત્રતા જણાય છે. એ વિચિત્રતાને જે હેતુ તેજ કર્મ છે.”
હવે મૂર્તિમાન કર્મને અમૂર્તિમાન જીવની સાથે શી રીતે સંબંધ થાય ? એવી જે શંકા થાય છે, તે શંકા વસ્તુસ્વભાવના જ્ઞાનના અભાવે પ્રાણીઓને થાય છે. એમને સંબંધ પણ આકાશ અને ઘડાની જેમ બરાબર મલતે છે. એમાં અસંભવિતપણું જરા પણ નથી. જેમ વિવિધ જાતના મઘાદિ માદક પદા
થી અને ઔષધેથી અમૂર્ત એવા જીવને ઉપઘાત થાય છે, અને દારૂ વિગેરે કેફી ચીજેના પીણાથી જીવ બેભાન બની જતા પ્રત્યક્ષ જણાય છે. તેમજ બ્રાહ્મી આદિક ઔષધિથી આવરણ ખસી જઈ બુદ્ધિની નિમંળતા થતી પ્રત્યક્ષ જોવામાં આવે છે; તેથી અનુગ્રહ પણ થાય છે. પણ ખરેખર તે નિર્લેપ છે.
વેદના જે પદ ઉપરથી તમારા મનમાં સંશય થયો છે, તે વાકય (કૃતિ ) આ પ્રમાણે છે.
" पुरुष एवेदं निं सर्व यद्भूतं यच्चभाव्यं इत्यादि "
આ પદને તમે એ અર્થ કરે છે કે, જે અતીત કાળમાં થએલું છે, તથા જે આગામી કાળમાં થવાનું છે, તે સઘળું પુષવા " આત્મા જ છે. એમાં એવકાર કર્મ, ઇશ્વર આદિકના નિષેધ માટે છે. (એમાં “જિ” એ વાક્યના અલંકાર માટે છે) આવા અર્થથી જે મનુષ્ય, દેવ, તિર્યંચ, પર્વત, પૃથ્વી, આદિક વસ્તુઓ દેખાય છે, તે સઘળું આત્મા જ છે, અને તેથી મને નિષેધ પ્રગટજ છે. પણ તે અગ્નિભૂતિ ! એ અર્થ બરોબર નથી.
For Private and Personal Use Only