________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. )
વિનયગુણ કથા. માન રાખવા લાયક ગુણી જનેને વિનય કરે, એ ભાવ શ્રાવકના ગુણેમાં એક ગુણ છે. આ ગુણનું વર્ણન કરતાં શાસ્ત્રકારે નીચે પ્રમાણે જણાવે છે.
(૧) ગુરૂજન અથવા ગુણેજને પાસે આવેલા જોઈને ઉભા થવું, (૨) આવતા જેમાં તેમની સામા જવું, (૩) મસ્તકે અંજલી બાંધવી, (૪) પોતે પોતાના હાથે આસન આપવું, (૫) તેમના બેઠા પછી બેસવું (૬) તેમને વંદન કરવું અથવા પ્રણામ કરવા, (૭) તેમની ઉપાસના કરવી, (૮) તે જાય ત્યારે વળાવા જવું. એ રીતે આઠ પ્રકારને વિનય છે. મગધં દેશના ગદ્ધર ગામમાં પુષ્પસાલસુતનામે ગૃહપતિ
રહેતે હતો. તેને એક પુત્ર પુ૫સાલ નાવિનય ગુણમાં મને હતે. તેનામાં જન્મથીજ વિનયગુણ ૨કત પુછપસાલ- હતો. તેણે એક વખતે ગુરૂના મુખમાંથી સુતની દીક્ષા. સાંભળ્યું કે, “ જેઓ ઉત્તમ જનેને
વિનય કરે છે, તેઓ ઉત્તમ ગુણે પામીને સર્વોત્તમ સ્થાન પામે છે. ” એ પ્રમાણે સાંભળી, તે ઘણુજ ભક્તિ ભાવથી માબાપને ઉચિત વિનય કરવા લાગ્યા. પરંપરાએ ગામધણી, શ્રી અભયકુમાર અને શ્રી શ્રેણિકમહારાજના પરિચયમાં આવી, તેમને.વિનય કરવા લાગ્યો.
એક વખત શ્રી વીરપ્રભુ આવી સમસર્યાના સમાચાર જાણું તેમને વંદન કરવા શ્રેણિક મહારાજા ચાલ્યા, ત્યારે તે પુષ્પસાલસુત રાજાજીને પૂછવા લાગ્યા કે, “હે સ્વામી ! આપને વળી પૂજવા ગ્ય કોણ પુરૂષ છે ? ”
ત્રિલોક પૂજિત શ્રી વીર પ્રભુ છે” રાજાએ જવાબ દીધે.
એ સાંભળી હર્ષિત થઈ રાજાની આજ્ઞા મેળવી, તેમની સાથે તે ભગવાન પાસે આવ્યા. તે પ્રભુને નમીને હાથમાં તલવાર રાખી, પ્રભુને કહેવા લાગ્યો કે, “હે પ્રભુ ! હવેથી હું આપની સેવા કરીશ.”
For Private and Personal Use Only