________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૧ માતા પિતા હૈયાત હેય ત્યાં સુધી મહારે દીક્ષા લેવી નહિ. અણુ ગારપણું ધારણ કરવું નહી. એવી રીતને સંક૯પ તેઓશ્રીએ કર્યો.
કલ્પસૂત્રની ટીકા કરનાર મહાપુરૂષ આ સંકલ્પના સંબંધે વિવેચન કરતાં જણાવે છે કે બીજાઓને પણ માતાને માટે બહુમાન ધરાવવાને રસ્તે બતલાવવાને આ પ્રમાણે તેમણે કર્યું. કેમકે નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે, પશુઓ જ્યાં સુધી માતા ધવરાવે છે ત્યાં સુધી સ્નેહ રાખે છે, અધમ માણસો જ્યાં સુધી સ્ત્રીના સહવાસમાં નથી આવ્યા ત્યાં સુધી માતા પર નેહ રાખે છે, મધ્યમ માણસે માતા ઘરનું કામકાજ કરે છે ત્યાં સુધી તેમના પર નેહ રાખે છે, ત્યારે ઉત્તમ માણસે તે જ્યાં સુધી માતા જીવે ત્યાં સુધી માતા પિતાને લૌકિકતીર્થ સમાન ગણી તેમના પર સ્નેહ રાખે છે.
ટીકાકારે આ કલ્પના લૌકિક નીતિની દષ્ટિએ કરેલી જણાય છે. વાસ્તવિકતે એ ઊપરથી ચારિત્ર ધર્મની પુછી થાય છે. ભગવંત ગર્ભમાં છતાં તેમને દિક્ષા લેવાની ભાવના ઉત્પન્ન થએલી છે એમ એ ઊપરથી સૂચન થાય છે. આ ભવમાં દિક્ષા લે ચારિત્ર ધર્મ અંગીકાર કરવો એ તો જાણે નિશ્ચિત છે એ ચારિત્ર માતા પિતાની મોહ દશા જોઈ તેમની હૈયાતીમાં ન લેવા પુરતે જ વિશેષ સંકલ્પ કરે છે તે જાણે છે કે કર્મને નાશ કરવાને ચારિત્ર ધર્મ પુષ્ટ આલંબન છે. અનંતા તીર્થંકરે એજ માર્ગ પસંદ કરી આદર કરેલે છે કેઈ પણ તીર્થંકર શાસ્ત્રિ ધર્મ અંગીકાર કર્યા શીવાય રહેલા નથી અને રહેવાના નથી. મુકિત માર્ગ આરાધના માટે સર્વ વિરતીરૂપ ચારિત્ર ધર્મ એજ ઊત્સર્ગ માગે છે, અને મહાન પુરૂ તેને અંગીકાર કરે છે, આત્મહિત સાધકના માટે એની જ સાધના ઊત્તમોત્તમ છે, એમ એ ઉપરથી ચેકસ થાય છે. ભગવંતના આ સંકલ્પ ઊપરથી કેટલીક વખત માતાપિ તાની હૈયાતીમાં ભગવંતે પણ દીક્ષા લીધી નથી કેમ નવા ચારિત્રધર્મ અંગીકાર કરવાને ઉજમાલ થએલાના ઉત્સાહને મંદ કરવાને દલીલ કરસ્વામાં આવે છે. પણ એ એકાંત પક્ષ છે.
For Private and Personal Use Only