________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૯ લબ્ધિઓ શાસ્ત્રમાં કહેલી છે. દાખલા તરીકે જે યતિને આસહિ લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તે યતિના હાથના સ્પર્શથી અનેક પ્રકારના રોગ મટી જાય. જે મુનિને વિપસહિ લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તે મુનિના મૂત્ર અને મળાદિક પણ ગમે તેવા રોગ મટાડવાને સમર્થ હેય છે. ખેલેસહિ લબ્ધિમાં એવી શકિત છે કે, જે મુનિને તે પ્રાપ્ત થઈ હોય તે મુનિના લેષ્માદિ પણ રે ગ મટાડવાને શક્તિવાન હોય છે. જે મુનિને જ લેષાધિ લબ્ધિ પ્રાપ્ત થઈ હોય છે, તેમના દાંત, કાન, નાસિકા, નેત્ર, જીભ, તથા શરીરને મળ સુગંધ યુક્ત હોય છે, અને તે પણ ગમે તેવા રોગ મટાડવાને શકિતવાન હોય છે. સષધિ નામની લબ્ધિ એવા પ્રકારની છે કે, જે મુનિને તે પ્રાપ્ત થઈ હોય તે મુનિના કેશ, નખ વિગેરે શરીરના બીજા પણ અવયવ ઓષધ સમાન હોય છે. આ સવૈષધિ નામની લબ્ધિને એટલે બધે પ્રભાવ છે કે, તે મુનિના અંગના સ્પર્શથી વર્ષાદ કે નદીનું પાણું પણ ગમે તેવા રોગ મટી શકે છે. મૂછગત થએલ પ્રાણ તેમના શરીરના સ્પર્શ કરેલા પવનથી પણ સારા થઈ જાય છે. વિષ સંયુકત અન્ન પણ તેમના મુખમાં જવાથી વિષ રહિત થઈ જાય છે અને ઝેરની કંઈ પણ અસર તેમને થતી નથી. મહાન વ્યાધિ વાળાના વ્યાધિઓ પણ તેમને શબ્દ સાંભળવાથી કે તેમના દર્શનથી સમજાય છે, એટલું જ નહિ પણ તે વ્યાધિ રહિત થઈ જાય છે. અભિન્નશ્રેતલબ્ધિને એવો પ્રભાવ છે કે, પાંચ ઈદ્રિયના વિષય ગમે તે એક ઇંદ્રિયથી ભેગવી લે અને તેનું સ્વરૂપ જાણે જેમકે સાંભળવાને વિષય કાનને છે, છતાં એ લબ્ધિવંત મુનિ પાંચ ઇંદ્રિયમાંથી ગમે તે ઇંદ્રિયથી સાંભળી શકે.અવધિજ્ઞાન લબ્ધિ, મનઃ પર્યાવજ્ઞાનલબ્ધિ, અને કેવળજ્ઞાનલબ્ધિનું સવરૂપ જ્ઞાનના પ્રકરણુમાં બતાવવામાં આવ્યું છે. જે મુનિને ચારિત્રના પ્રભાવથી ગમનાગમની લબ્ધિ પ્રાપ્ત થઈ હોય, તેને જંઘાચાર અને વિદ્યાચારણ લબ્ધિના નામથી ઓળખવામાં આવે છે, અને તે મુનિઓ પણ જધાચાર અને વિદ્યાચારણ મુનિઓના નામથી ઓળખાય છે.
For Private and Personal Use Only