________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- શ્રી મહાવીર સ્વામી ચરિત્ર. [પ્રકરણ ૨૬ - આ પ્રમાણે શ્રી વીરપ્રભુને નિવણ મહિમા કરીને સર્વે ઈદ્રો તથા દેવતાઓ નંદીશ્વર દ્વિપે ગયા, અને ત્યાં શાશ્વત પ્રતિમાઓને અષ્ટાબ્લેિક ઉત્સવ કર્યો. પછી પોતે પોતાના સ્થાનકે જઈને, પિત પિતાના વિમાનમાં મણિમય થંભની ઉપર રહેલા વજીમય ગાળ દાબડામાં પ્રભુની દાઢા તથા અસ્થિને સ્થાપન કર્યા, . ગૃહસ્થપણુમાં ત્રીશ વર્ષ, અને વ્રતમાં બેતાળીશ વર્ષ, એમ બોતેર વર્ષનું આયુષ્ય શ્રી વીર પ્રભુએ પૂર્ણ કર્યું. શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી અઢી વર્ષ વ્યતિત થયે પ્રભુનું નિર્વાણ થયું.
ભગવતને આ છેલો સત્તાવીશ ભાવ છે. આ છેલ્લા ભવમાં આવતા ભવના આયુષ્યને બંધ કરેલે નહિ. ચરમ શરીરી શીવાય દરેક જીવ આવતા ભવના આયુષ્યનો બંધ કર્યા શીવાય કાળ કરે નહી, એ જગતના તમામ છ માટે સામાન્ય નિયમ છે. દરેક જીવે પૂર્વે અનંતાકાળમાં અનંતા પુદગલ પરાવર્તન કરેલા હોય છે. ફક્ત જે ભવમાં જીવ સમકિત પ્રાપ્ત કરે છે, ત્યારથી તે વધારેમાં વધારે અપાઈ પુદ્ગલ પરાવર્તન કાળમાં નિયમા સંસારને અંત કરી મોક્ષે જાય છે. જે સમકિત શુદ્ધ હોય છે, અને તેમાં જીવ ટકી રહે છે, તે પછી થોડાજ ભવમાં તે સંસારને અંત કરે છે. ભગવંતના જીવે સમકિત પ્રાપ્ત કર્યું, ત્યારથી મોટા સત્તાવીશ ભવ કરેલા છે. આ સીવાય બીજા કુલક ભર્યા છે, તે શાસ્ત્રકારોએ ગણત્રીમાં લીધા નથી. ખુદ ભગવંતેજ લીધા નથી, એમ કહેવાને હરકત નથી એ સત્તાવીશ ભનું વર્ણન આ ચરિત્રમાં આપવામાં આવ્યું છે. તેપણુ ક ભવ કયાં થયે, એની નામ સાથે નેધ આપવાથી, વાંચક મહાશયને વધારે અનુકુળતા થશે, એમ ધારી તે ભ ફરી અહીં નીચે બતાવવામાં આવ્યા છે. ભવને અનુક્રમ. કયાં ઉત્પન્ન થયો. જાણવા લાયક સંક્ષિપ્ત હકીકત. ૧ લે ભવ. નયસાર ગ્રામચિંતક આ ભવમાં જંગલમાં ભૂલા પડેલા
મુનિઓને દાન આપ્યું, અને રસ્તા બતાવ્યો. સમક્તિ ઉપાર્જન કર્યું.
For Private and Personal Use Only