________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. પ્રકરણ ૧૦ તે માટે વિવિધ જાતની રમતગમત અને આનંદ આપનારી સામે મગ્રી પુરી પાડે.
પ્રભુના માતાપિતા શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસનના શ્રાવક હતા. ધર્મમાં રકત હતા. પુત્ર જન્મની ખુશાલી નિમિત્તે દશ દિવસ સુધી અરિહંત પ્રભુના મંદિરમાં ઉત્તમ રીતે પૂજા તથા મહત્સવ કરાવ્યા અને લાખ રૂપીઆનું દાન આપ્યું.
બારમે દિવસે રાજાએ જ્ઞાતિ, કુટુંબ, સગાઓ અને મિત્રોને નાતરી ઉત્તમ પ્રકારના ભેજન, વસ્ત્રાદિકથી તેમને સત્કાર કરી, તેમના સમક્ષ પ્રભુનું નામ નિશ્ચિત કરવા માટે રાજાએ જણાવ્યું કે, આ પુત્ર ગર્ભમાં આવીને ઉપન્યા ત્યારથી અમે ધન, ધાન્ય, વાહન, પૂજા સત્કારાદિમાં અનેક રીતે વૃદ્ધિ પામ્યા છીએ. જે સામંત રાજાએની સાથે વિગ્રહ હતું, તેઓએ પણ અમારી આજ્ઞા માન્ય કરી, અને વિગ્રહને વિનાશ થયેલ છે. તેથી પ્રથમથી જ અમે નિશ્ચય કરેલ છે કે જ્યારે આ પુત્રને જન્મ થશે ત્યારે તેમનું “વદ્ધમાન” એવું ગુણનિષ્પન્ન નામ પાડશું. અમારા માથે સર્વ રીતે વૃદ્ધિભાવને પામીને સિદ્ધ થયા છે, તેથી આ કુમારનું “શ્રી વદ્ધમાન” એવું નામ રાખીએ છીએ.
પ્રભુ બાળપણથી પૈર્ય, બળ, પરાક્રમવાન હતા. જ્યારે લગભગ આઠ વર્ષની ઉમરના થયા ત્યારે પોતાની સરખી વયના બીજા રાજકુમાર અને ક્ષત્રીય પુત્રો સાથે રમત કરતા. એક વખતે તેઓ સઘળા નગર બહાર ઉદ્યાનમાં રમત ગમત અને ક્રિડા કરે છે. તે સમયે ઈદ્ર મહારાજ પોતાની સભામાં બેઠા છે. પ્રસંગવશાત ભરતક્ષેત્ર તરફ તેમને ઉપગ ગયે, અને અવધિજ્ઞાનના બળથી પ્રભુને કિડા કરતાં જોયા. તેમણે ભક્તિરાગથી પ્રભુના બળ અશ્વર્યનાં સભા આગળ વખાણ કર્યા. સભાના ઠેમાંથી એક મિથ્યાત્વિ હવને ઈદ્ર મહારાજના તે વચન ઉપર વિશ્વાસ આબે નહી, અને વિચાર કરવા લાગ્યું કે, મનુષ્ય જાતિમાં કઈ દેવના જે બલવાન
For Private and Personal Use Only