________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રરણ ૨૩
>>
પછી સુચેષ્ટા ચિલ્લણાને રથમાં બેસાડી, પાતે સત્વર રત્નના કરીઓ લેવા ગઇ. તે સમયે સુલસાના પુત્રોએ શ્રેણિકરાજા ને કહ્યું કે, “ હે સ્વામી ! શત્રુના ગૃહમાં ચિરકાળ રહેવું ઘટિત નથી. ” સુલસાના પુત્રાની પ્રેરણાથી રાજા ચિલ્લણાને લઇ, તે સુરગને માગે જેમ આભ્યા હતા, તેમ પાછે ચાલી નિકળ્યે, સુજ્યેષ્ટા રત્નના કરી લઈ આવી, ત્યાં તા વાદળમાં ઢકાયેલા ચંદ્રની જેમ શ્રેણિકને ત્યાં જોયાં નહિ. તેથી પાતાની અનનુ હરણ થયું, અને પોતાના મનેારથ સિદ્ધ થયા નહી, એવુ ધારી તેણે 'ચે સ્વરે પેકાર કર્યાં કે, “ અરે ! દાડા ! દાડા ! હુ· લુટાઇ ગઇ. મારી બેન ચિલ્લણાનું હરણ થયું.”
ચેટકરાજાને ખુખર થઈ. ખબર થતાની સાથેજ પાતે તેની પાછળ જવાને તૈયાર થઇ ગયા. તે જોઇ વીર ગઢ નામના રથીએ કહ્યું, “ હે સ્વામી ! હું છતાં તમારે જાતે જવુ ચેાગ્ય નથી. આપની આજ્ઞાથી હું... જાઉ છું.” એમ કહી વીર'ગક યુદ્ધ કરવાને સજ્જ થઇ, કન્યાને પાછી લાવવા માટે સુરંગના દ્વારપાસે ગયા. ત્યાં સુલસાના પુત્રને જતા જોઇ, મહામાહું વીર'ગકે તેમને એક ખાણુથી મારી નાખ્યા. સુર'ગ સાંકડી હાવાથી તેમના સ્થાને વીરંગક બાજુ ઉપર કરવા રહ્યા, તેટલામાં તે મગધપતિ શ્રેણિક દૂર નીકળી ગયા. પછી વીરગ કે પાછા ફરી, તે સર્વ વૃત્તાંત ચેટકરાજને કહ્યો, અને સુજ્યેષ્ઠાએ પણ તે હકીકત સાંભળી.
સુજ્યેષ્ટાના ઉપર નાનપણથી ધાર્મિક કેળવણીના ઉંચ સંસ્કાર પડેલા હતા. તેનામાં શ્રાવિકાને લાયકના ઉત્તમ ગુણા હતા. ભગવંત મહાવીરના શાસનમાં તે હતી. તેના મનમાં સવિચારી ઉદ્ભવ પામ્યા. તેણીને વિચાર થયા કે, “ અહા ! વિષયની લાલુ પતાને ધિકકાર છે. વિષય સુખની ઇચ્છા કરનાર મનુષ્યા આવી વિ’ટમના પામે છે ”. આવા પ્રકારના વૈરાગ્યભાવના વિચારથી સસાર ઉપર તેને વૈરાગ્ય આબ્યા, અને દીક્ષા લેવાના પરિણામ થયા, તેથી તેણે પિતાની પાસે પરવાનગી માગી.
For Private and Personal Use Only