________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫ર
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૦ છે, અને તેથી તે પિતાને તથા પરને અસદુગ્રહ નિપજાવે છે. તેવા પ્રકારના શિષ્ય, જે તે અથિ અને વિનીત હોય, અને તે પ્રજ્ઞાપના કરવા લાયક જણાય, તે તેવા મૂઢને પણ સંવિજ્ઞ પૂજ્ય પુરૂષો પરોપકાર કરવામાં રસિયા હેવાથી, અનુકંપા બુદ્ધિથી આગમમાં કહેલી યુક્તિઓથી સમજાવે છે, અને તે શિષ્ય પણ અસદગ્રહ છીને સરળ ભાવથી સુખે કરીને વિશુદ્ધ દર્શન અને ચારિત્ર આરાધવાને સમર્થ થઈ શકે છે.
પ્રત્યેક કાર્યની સિદ્ધિમાં, કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત, અને પુરૂષાકાર, એમ પાંચ કારણ રહેલાં છે. એ પાંચ કારણને છુટા માનતાં મિથ્યાત્વ લાગે છે, અને સાથે માનતાં સમ્યકત્વ રહે છે.
ચતુર્થાની તીર્થકરે જાણે જ છે કે, અમારે નક્કી સિધિમાં જવાનું છે, છતાં પણ બળ વય પવ્યા વગર પૂરતા જોરથી ઉદ્યમ કરતા રહે છે. સંસાર સાગરના કિનારે પહોંચેલા તીર્થ કરે પણ ઉદ્યમ કરે છે, તે પછી બીજાએ તે એ પાંચ કારણ ધ્યાનમાં રખી અસંગ્રહમાં પડવું નહિ જોઈએ.
આ પ્રજ્ઞાપનીયપણું એ ભાવ સાધુનું ત્રીજુ લિંગ છે.
(૪) ચોથુ લિંગઃ ક્રિયાઓમાં અપ્રમાદપણું વ્રતમાં સ્મલિત ન કરે, સમિતિ ગુપ્તમાં ઉપયોગ રાખે, પાપના હેતુ પ્રમાદાચરણને સ્થિર ચિત્તે વજે. સર્વ ક્રિયાને વખતસર અન્યનાધિક બીજી ક્રિયા છેડને સૂત્રના અનુસાર આચરે, તે અપ્રમાદિ ચારિત્રવાન જાણ. સુગતિ એટલે સિદ્ધિ ગતિનું નિમિત્ત કારણું ચારિત્ર (યતિ ધર્મ) છે, અને છકાયનું રક્ષણ કરવું એજ ચારિત્ર છે, તેથી તેનું આરા ધન વિકથાદિ પ્રમાદમાં નહિ ફસાતાં, સારી રીતે કરવું.
પ્રવજ્યાનું વિદ્યાની માફક અપ્રમાદપણે પાલન કરવામાં આવે, તેજ તે સિદ્ધિનું કારણ બને છે, નહિ તે પ્રમાદ પણે સેવે તે એ ભારે નુકસાન કરે છે.
For Private and Personal Use Only