________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૩
૨૭ ભવ. ]
સંગમ દેવના ઉપસર્ગ. જળથી પ્રભુના શરીરને સિંચન કરવા લાગી. આખરે તે હાથિણી થાકીને બળરહિત થઈ ગઈ પણ પ્રભુને ડગાવી શકી નહી.
૧૧ અગીઆરમા ઉપદ્રવમાં તે સંગમે મગરની જેવા ઉગ્ર દાઢવાલા એક પિશાચનું રૂપ વિકવ્યું. જવાલાએથી આકુલ એવું તેનું ફાડેલું મુખ, પ્રજવલિત અગ્નિકુંડની જેમ ભયંકર લાગતું હતું. તેની ભુજાએ યમરાજના ગૃહના ઉંચા કરેલા તેરણના સ્તંભ જેવી હતી, અને તેની જંઘા અને ઉરૂ ઉંચા તાડ વૃક્ષ જેવા હતા. અમને વસ્ત્ર ધરતે, અટ્ટહાસ કરતે અને કિલકિલ શબ્દ કરી પુતત્કાર કરતે, તે પિશાચ હાથમાં કાતી લેઈને ભગવંતને ઉપદ્રવ કરવા માટે દેડી આવ્યા. તે પણ ઉપદ્રવ કરીને ક્ષીણ તેલવાલા દીપકની જેમ બુઝાઈ ગયે, અને પ્રભુ નિશ્ચળ રહ્યા.
૧૨ તે પછી તે નિર્દય દેવે તુર્તજ ક્રોધથી વાઘનું રૂપ વિકુવ્યું. પુરછની છટાના આ છોટથી પૃચીને ફાડતે હોય અને બુકાર શબ્દના પડછાથી ભૂમિ તથા અંતરીક્ષને રેવરાવતે હાય, તે તે વાઘ વજૂ જેવી દાઢથી અને ત્રિશુલ જેવા નખાથી ત્રિભુવનપતિને અવ્યગ્રપણે ઉપદ્રવ કરવા લાગ્યા. તે પણ દાવાનળમાં દગ્ધ થએલા વૃક્ષની જેમ નિસ્તેજ થ.
૧૩ તે દેવે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીનું રૂપ ધારણ કર્યું. તે બન્ને વિલાપ કરી પ્રભુને કહેવા લાગ્યા કે, હે ભાઈ ! આ અતિ દુકર કાર્ય તે શા માટે આરંક્યુ છે? તમારા વિના અમે દુઃખી થઈએ છીએ. તારા ભાઈ નંદિવર્ધાન અમારી વૃદ્ધાવસ્થામાં અમારી બરાબર સાર સંભાળ રાખતા નથી; અને અમને છે ને તે ચાલે ગયે છે, માટે આ દીક્ષા તું છેવ દે. અમારી અવગણના તું ન કર, આજ્ઞા માને અને અમારી વૃદ્ધાવસ્થામાં અમને સુખ થાય તેમ વર્તે. એવી રીતે હૃદયને પિગળાવી નાખે એ કરૂણાજનક વિલાપ સાંભળીને પણ પ્રભુ જરા માત્ર ધ્યાનથી ડગ્યા નહીં.
૧૪ ચૌદમા ઉપદ્રવમાં તે દેવે માણસોથી વસેલી એક
For Private and Personal Use Only