________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૭
૨૭ ભવ. ]
લિંગ પ્રકાર જેને સૂત્રમાં સર્વથા નિષેધ કરેલે ન હોય, અને જીવવધને હેતુ ન હોય, તે સર્વ ચારિત્રર્વતેએ પ્રમાણ કરવું. કાર્યને અવલં બીને ગીતાર્થો જે કંઈ થડ અપરાધ અને બહુ ગુણવાળું કામ આચરે છે, તે પણ સર્વને પ્રમાણુ હોય છે. જે સુખશીળ જનેએ ગુરૂ લાઘવને વિચાર કર્યા વગર, પ્રમાદરૂપ હિંસાવાળું કાર્ય આચરેલું હેય, તેને ચારિત્રવાન પુરૂષ સેવતા નથી. જેમકે શ્રાવકોમાં મમતા કરવી, શરીર શોભા માટે અશુદ્ધ વસ્ત્ર, પાત્ર તથા આહાર ગ્રહણ કરવા, કાયમપણે દીધેલી વસ્તી (મકાન) કબુલ રાખવી તથા ગાદલા તકીયા વિગેરે વાપરવા ઈત્યાદિક અનેક પ્રકારનું સાધુ જનેએ અસમંજસ ચેષ્ટિત આલેકમાં ઘણું જનેએ આચર્યું હોય, તે પણ તે શુદ્ધચારિવાને એ પ્રમાણ કરવું નહિ.
ગીતાર્થ, પરતંત્રતામાં રહીને ઉપર જણાવ્યા પ્રમાણે છે જાતના માર્ગને અનુસરનારજ,ભાવયતિ કહી શકાય. આવા પ્રકારનું ચારિત્ર (માર્ગ) દુuસહ આચાર્ય સુધી રહેશે.
તાત્પર્ય એ છે કે આગમ નીતિ, અને આગમાનુસારી વૃદ્ધ સમાચારી, એ બે ભેદવાળા માર્ગને અનુસરનાર–તે પ્રમાણે ચાલનારજ સાધુ છે.
આ પ્રમાણે ભાવ સાધુના પ્રથમ લિંગનું સ્વરૂપ છે.
૨ બીજુલિંગ-ધર્મમાં પ્રવર શ્રદ્ધા એટલે તવાભિલાષ તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. ૧ વિધિસેવા, અતૃપ્તિ, ૩ શુધ્ધ દેશના, ૪ ખલિતની પરિશુદ્ધિ. આવા ભેજવાળી ધર્મ ઉપર તીવ્રઅભિલાષા, એટલે કે કર્મના ક્ષપશમ અને સમ્યફજ્ઞાનથી શ્રુતજ્ઞાન તથા ચારિત્ર રૂપ ધર્મારાધન સંબંધી પ્રબલ શ્રધ્ધા. એક બીજી લિંગ છે. (૧) વિધિસેવા -શ્રદ્ધાળુ પુરૂષ શકિતમાન હોય ત્યાં સુધી વિધિ પૂર્વક અનુષ્ઠાન કરે છે, અને જે દ્રવ્યાદિકના દેશથી તેમ કરતાં અટકે, તે પણ પક્ષપાત વિધિ તરફજ રાખે છે. જેમકે નિગી રસજ્ઞ કંઇ અધમઅવસ્થા પામતાં અશુભ અન ખાય, તે તેમાં તે
For Private and Personal Use Only