________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ( પ્રકરણ ૧૨ પ્રથમથીજ તેના સર્વ આવરણે જવાથી પુરેપુરૂ ઉપજે છે તેથી કેવલ એટલે સંપૂર્ણ અથવા તેના સમાન બીજુ નહિ હોવાથી કેવલ એટલે અસાધારણ અથવા રેય અનંતા છે તેથી, તથા અનંતા કાલ રહેનાર છે માટે કેવલ એટલે અનંત; અથવા કાલકને વિષે વ્યાપ્ત થવામાં તેને વ્યાઘાતને અભાવ છે તેથી કેવલ એટલે નિર્ચાઘાત; અથવા મત્યાદિચાર જ્ઞાન રહિત છે એટલે તેમાં એ અંતમૂર્ત થએલા છે તેથી કેવલ એટલે ફકત એક; આ પ્રમાણે જુદી જુદી અપેક્ષાથી કેવલજ્ઞાનને એક ભેદ છે.
જેમ સૂર્યાસ્ત થતાં ચંદ્ર, તારા, દીપાહિક પ્રકાશ કરે છે, તેમ કેવલજ્ઞાનાવરો મત્યાદિકના આવરણના ક્ષપશમે છવાછવા દિકનો કાંઇક પ્રકાશ થાય છે અને સૂર્ય ઉગે જેમ ચંદ્રાદિકને પ્રકાશ અંતમૂર્ત થાય છે, તેમ કેવલજ્ઞાનાવરણને નાશ થવાથી મત્યાદિક ચાર જ્ઞાનને પ્રકાશ તેમાં અંતભૂત થાય છે.
કેવલજ્ઞાની દ્રવ્યથકી રૂપી અરૂપી સર્વ દ્રવ્ય જાણે દેખે, ક્ષેત્ર થકી કેવલજ્ઞાની લેક અલોક સર્વ ક્ષેત્ર જાણે દેખે, કાળથકી કેવલ જ્ઞાની સર્વ અતીત (ભૂતકાળ) અનાગત (ભવિષ્યકાળ) વર્તમાન કાળ સમકાલે જાણે દેખે, અને ભાવથકી કેવલજ્ઞાની સવ જીવ અછતના સર્વભાવ ગુણપર્યા, જાણે દેખે છે.
અહીં જ્ઞાનના સબંધે અતિ સંક્ષિપ્ત માહિતી આ ચારત્રના અંગે આપવામાં આવી છે. તેનું વિશેષ સ્વરૂપ ગીતાર્થ ગુરૂ મહારાજ પાસે આગમના અભ્યાસથી જાણવાને ભલામણ કરવામાં આવે છે.
For Private and Personal Use Only