________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
શ્રી મહાવીરસ્વમિ ચરિત્ર [ પ્રકરણ ૧૮ કરનાર નિગ્રંથ અદત્ત લેનાર થઈ જાય માટે સાધર્મિક પાસેથી પણ વિચારીને પરિમિત અવગ્રહ માગવે, નહિ કે વગર વિચારે અન્ય પરિમિત. એ પાંચમી ભાવના. (૧૦૫૨)
, એ ભાવનાઓથી મહાવ્રત રૂદ્ધ રીતે ચાવત આજ્ઞા પ્રમાણે આરાધિત થાય છે. એ ત્રીજી મહાવ્રત (૧૯૫૩)
ચોથું મહાવ્રત–“સર્વ મૈથુન તજું છું એટલે કે દેવ મનુષ્ય તથા તિર્થં ચ સર્વથી મૈથુન હું ચાવજ જીવ ત્રિવિધે ત્રિવિધ કરૂં નહી.” ઈત્યાદિ અદત્તાદાન માફક બોલવું. (૧૦૫૪)
તેની આ પાંચ ભાવનાઓ છે. (૧૦૫૫).
ત્યાં પહેલી ભાવના એ છે કે નિગ્રંથે વારંવાર સ્ત્રીની કથા કહ્યા કરવી નહી. કેમ કે કેવળી કહે છે કે વારંવાર સ્ત્રીકથા કરતાં શાંતિ ભંગ થવાથી, નિગ્રંથ શાંતિથી તથા કેવળીભાષિત ધર્મથી ભ્રષ્ટ થાય. માટે નિગ્રંથે વારંવાર સ્ત્રી કથાકારક ન થવું. એ પહેલી ભાવના. (૧૦૫૬)
બીજી ભાવના એ કે નિગ્રંથે સ્ત્રીની મનહર ઈતિ (સંદર રૂપ) જેવી ચિંતવવી નહી. કેમકે કેવળી કહે છે કે તેમ કરતાં શાંતિભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય. માટે નિગ્રંથે સ્ત્રીઓની મનેહર ઈદ્રિય જેવી તપાસવી નહી એ બીજી ભાવના. (૧૦૫૭)
ત્રીજી ભાવના એ કે નિગ્રંથે સ્ત્રીઓ સાથે પૂર્વે રમેલી રમત કીડાઓ યાદ ન કરવી. કેમકે કેવળી કહે છે કે તે યાદ કરતાં શાંતિભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય. માટે નિગ્રંથે સ્ત્રીઓ સાથે રમેલી રમત ગમતે સંભારવી નહી એ ત્રીજી ભાવના. (૧૦૫૮)
ચાથી ભાવના એ કે નિગ્રંથે અધિક ખાનપાન ન વાપરવું, તથા ઝરતા રસવાળું ખાનપાન ન વાપરવું. કેમકે કેવળી કહે છે કે અધિક તથા ઝરતા રસવાળું ખાનપાન ભેગવતાં શતિભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય. માટે અધિક આહાર કે ઝરતા રસવાળે આહાર નિગ્રંથ ન કરે એ ચેાથી ભાવના. (૧૫૯)
For Private and Personal Use Only