________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૮ તમે અમારા સ્વામી છે, રક્ષક અને યશસ્વી છે. આ આપનું વિમાન છે. અમે તમારા આજ્ઞાકારી દેવતાઓ છીએ. આ સુંદર ઊપવનો છે, આ સ્નાન કરવાની વાપિકાઓ છે, આ સિદ્ધાયતન છે, આ સુધર્મા નામે મહાસભા છે, અને આ સ્નાન ગૃહ છે. આપ સ્નાનગૃહમાં પધારે, અમે આપને અભિષેક કરીએ. આ પ્રમાણેની દેવતાઓની વિનંતી સ્વિકારી સ્નાનગૃહમાં તે દેવ પધાર્યા અને ત્યાં રહેલા ચરણ પીઠવાળા સિંહાસન પર બીરાજ્યા. દેવોએ દિવ્યજળથી અભિષેક કર્યો. ત્યાંથી પછી અલંકાર ગૃહમાં લઈ ગયા.
ત્યાં તેમણે બે દેવદુષ્ય વસ્ત્રો અંગરાગ અને મુગટ વિગેરે દિવ્ય આભુષણે ધારણ કર્યા. ત્યાંથી વ્યવસાયસભામાં પધાર્યા, ત્યાં પુસ્તક વાંચ્યું. પછી પુષ્પાદિક પૂજાની સામષ્યિ લઈ સિદ્ધાલયમાં ગયા. ત્યાં એકસોને આઠ અહિંતપ્રભુની પ્રતિમાઓને સ્નાન કર્યું. પછી અર્ચન, વંદન અને સ્તવન કરી; પછી પિતાની સુધર્મા સભામાં આવી સંગીત કરાવ્યું. અને પોતાના વિમાનમાં યથારૂચી ભેગ ભેગવવા લાગ્યા. દરમ્યાન અહંત ભગવંતના કલ્યાણકના સમયે મહાવિદેહારિ ભૂમિમાં જઈ ત્યાં જિનેશ્વર ભગવંતને વંદન કરી તેમની ભક્તિ કરતા, એવી રીતે કાળ નિર્ગમન કરતા.
તીર્થકરના જીવ સિવાયના બીજા દે દેવભવના આયુષ્યના શેષ છ મહિના બાકી રહે છે ત્યારે મેહ પામી મહાવ્યથા પામે છે. દેવતા સબંધી ત્રાદ્ધિ જતી રહેશે, અને બીજી ગતિમાં આવા વૈભવ મળશે નહિ, તેથી ખેદ અને ગ્લાની પામે છે. તેમના કંઠની ફૂલની માળા કરમાય છે, અને મુખની કાંતિ નિસ્તેજ થતી જાય છે. ત્યારે તીર્થંકર થનાર દેવતાઓની પુણ્ય પ્રકૃતિને વિશેષ ઉદય થવાનો હોવાથી બીલકુલ મોહ પામતા નથી. તેમની પુષ્પમાળાઓ કરમાતી નથી, પોતે સમક્તિવાન હોવાથી જીવ અને અજીવ એવા કર્મોનું સ્વરૂપ વિચારી સમભાવમાં વતે છે. એવી રીતે છવીસમા ભવનું વીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું.
અહિં નયસારના જીવના છવાશ ભવ પુરા થાય છે.
For Private and Personal Use Only