________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૧
૨૭ ભવ. ] આયુષ્યના પ્રકાર અને અતિશયો. રચના સમચતુરસ્ત્ર સંસ્થાનની હતી. તેમના શરીરને વર્ણ સુવર્ણ વર્ણન હતું અને કાંતિ નિર્મળ હતી.
આયુષ્યના મુખ્યત્વે બે પ્રકાર છે. સેપક્રમ આયુષ્ય, અને બીજું નિરૂપક્રમ આયુષ્ય. જેમાં આયુષ્ય મર્યાદાને સાત પ્રકારના ઉપકમમાંથી કોઈપણ એક ઉપકર્મ લાગી આયુષ્ય જલદી જોગવાઈ જઈ મરણ થાય, જેને વ્યવહારિક ભાષામાં આયુષ્ય તુટી જાય એમ કહેવામાં આવે છે, તેને સેપક્રમ આયુષ્ય કહે છે. જેને સાત પ્રકારના ઉપઘાત લાગવા છતાં અથવા મરણાંત કષ્ટના ઉપસર્ગ થયા છતાં, આયુષ્ય તુટે નહીં તેને નિરૂપક્રમ આયુષ્ય કહે છે. સર્વ તીર્થકરે, સલાકા પુરૂષ, ચરમ શરીરી એટલે તે ભવે મોક્ષ ગામી નિયમા નિરૂપક્રમ આયુષ્યવાલાજ હોય છે. ભગવંત મહાવીર નિરૂપક્રમ આયુષ્યવાળા હતા.
તીર્થકરોને જન્મથી જ કેટલાક અતિશય હેય છે. એટલે સામાન્ય મનુષ્ય કરતાં તેમના શરીરના અંગે કેટલીક વિશેષતા હોય છે. તેમનું શરીર સર્વાગ સુંદર, નિર્મળ કાન્તિવાળુ હોવા ઉપરાંત, તેમના શરીરમાં જે રૂધીર રહેલું હોય છે તે ગાયના દુધ જેવું વેત હોય છે. શ્વાસે શ્વાસ સુગંધમય હોય છે. તેમના શ્વાસોશ્વાસમાંથી કદી પણ દુર્ગધ નિકળતી જ નથી. તેઓ આહાર નિહાર કરે તેને ચર્મચક્ષુવાળા જોઈ શકે નહી. જન્મથીજ નિગી હોય છે, એવા તેમના અતિશય હોય છે. તે જ નિયમાનુસાર ભગવંતના શરીરના અંગે પણ તેજ પ્રમાણેના અતિશય હતા.
સામાન્ય મનુષ્યના શરીર કરતાં તેમની ઉંચાઈ પણ બમણી હતી, એટલે પૂર્ણ ખીલવણી પામ્યા પછી ભગવંતના શરીરના દેહનુમાન સાત હાથનું હતું. આવા પ્રકારના ઉ ત્તમ શરીરની રચના, નિર્મળ અને ભવ્ય કાન્તિ, શરીર નિરોગીપણું એ સર્વ આત્મ પ્રદેશમાં રહેલા પુણ્ય કમાના વિપાકેદયનેજ પ્રભાવ છે. વર્તમાનકાળ આશ્રીત દેશ કાળાનુસાર સુંદર અને ભવ્ય શરીરાકૃતિ, નિગીપણાની પ્રાપ્તિ જેમને હોય છે, તે પણ
21
For Private and Personal Use Only