________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૪ જિનવર ચારિત્ર લેતાં, ઈદ્ર વચનથી તતક્ષણે સઘળા દેવ મનુષ્ય અવાજે, તેમજ વાજિંત્ર બંધ રહ્યા. ૧ જિનવર ચારિત્ર લેતાં, હમેશ સી પ્રાણભૂતહિત કર્તા હર્ષિત પુલકિત થઈને, સાવધ થઈ દેવતા સુણતા ૨(૧૦૧૮)
એ રીતે ભગવાને ક્ષાપથમિક સામાયિક ચારિત્ર લીધા પછી તેમને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું; તેથી અઢી દ્વીપ તથા બે સમુદ્રના પર્યાપ્ત અને વ્યક્ત મન વાળા સંગ્નિ પંચંદ્રિના મને ગત ભાવ જાણવા લાગ્યા. (૧૦૧૦).
પછી પ્રવર્જિત થએલા ભગવાને મિત્ર, જ્ઞાતિ, સગા, તથા સંબંધિઓને વિસર્જિત કરી એ અભિગ્રહ લીધે કે “બાર વર્ષ લગી હું કાયાની સાર સંભાળ નહિ કરતાં, જે કંઈ દેવ મનુષ્ય કે તિર્યંચ તરફથી ઉપસર્ગો થશે, તે બધા રૂર્ણ રીતે સહીશ, ખમીશ, અને અહિયાં રહીશ (૧૦૨૦)
અષભદેવ પ્રભુએ ચેસઠ હજાર રાજાઓ સાથે, મલ્લીનાથ અને પાશ્વનાથ ભગવતે ત્રણ સાથે, વાસુપૂજય સ્વામી એ છે સાથે, તથા બાકીના જિનેશ્વરેએ એક એક હજાર સાથે દીક્ષા લીધી હતી. વિર ભગવંતની સાથે કેઈ ન હતું. તેઓ તે અદ્વિતીય એટલે એકલા એજ રાગ ઠેશ રહિત, ચાર કષાય અને પંચૅકિ મળી નવના જય કરવા રૂપી ભાવ ચ કરી, દશમે દ્રવ્ય લાચ-કેશલેચ-કર્યો હતે. ગૃહસ્થાવાસરૂપ આગારીપણાને ત્યાગ કરી પ્રભુ હવે અનગાર એટલે મુનિ થયા.
પ્રભુએ દીક્ષા અંગીકાર કર્યા પછી ત્યાંથી વિહાર કર્યો, ઇંદ્રાદિક દેવે પણ પ્રભુને વાંદરીને નંદીશ્વર દ્વીપમાં જઈ યાત્રા કરી સ્વસ્થાનકે ગયા.
બંધુ અને કુટુંબી જનેની રજા લઈ પ્રભુએ વિહાર કર્યો. તે વખતે પ્રભુના વિહાર તરફ તેઓ સઘળા જતા રહ્યા. તે જ્યાં સુધી પ્રભુ દષ્ટિગોચર થયા ત્યાં સુધી ત્યાં સ્થિર થયા. તે વખતે
For Private and Personal Use Only