________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસવામિ ચરિત્ર જીવ કમને કર્તા છે અને તેજ તેને ભક્તા છે. કમસત્તામાંથી છોડાવવાને કઈ સમર્થ નથી, તે તે જીવ પોતે જે સમક પ્રયત્ન આદરે તેજ નિકાચિત કર્મ શીવચનાં કર્મની સત્તામાંથી છુટી શકે. કેટલાકની એવી માન્યતા છે કે ઇશ્વર પાપની માફી આપે છે, અને ગુરૂઓ પાપની માફી અપાવે છે, એ માન્યતા જૈનદર્શનકારેને માન્ય નથી. જેઓ સામાન્ય રીતે દેવ તરીકે ગણાય છે, તે પૂજાય છે, પણ તેઓ કર્મના સપાટામાંથી છુટી શકયા નથી.
ઐતીહાસીક બનાવે અને શાસ્ત્રોના ફરમાનેને આપણે વિચાર ન કરીએ તે પણ આ કાલમાં જગતમાં જે બનાવ બનતા રહે છે, તેને જે આપણે વિચાર કરીશું તે આપણ ખાત્રી થશે કે કર્મ સત્તા આગળ જીવ પરતંત્ર છે. તેને આગળ મેટા રાજા મહારાજાની સત્તાને કંઈ પણ ઉપયોગ થતું નથી.
ઈ ગ્લાંડના ગાદિપતિ રાણી વિકટેરીયાની પશ્ચાત્ તેમના પુત્ર ઍડવર્ડ ધી સેવન્થ ગાદિ ઉપર આવ્યા. તેમના રાજ્યારોહણની ક્રીયા ઘણું મેટા દબદબા ભરેલી રીતે કરવાની ગોઠવણ થઈ હતી. તે પ્રસંગે હિંદુસ્થાનમાંથી પણ કેટલાક રાજાઓને ખાસ ત્યાં બેલાવવામાં આવ્યા હતા. તલ રાજધાનીને શહેર લંડનમાં જ એ ક્રિયા થવાની હતી, તેના માટે રાજ્યને લાયકની તથા શહેનશાહતને લાયકની તૈયારીઓ થઈ ગઈ હતી. આ માનુષીતૈયારીની કર્મ રાજાને અદેખાઈ આવી અને જગતમાં રાજ્યસત્તા કરતાં પણ સર્વોપરી સત્તા બીજા કેઈની છે એમ જણાવવાને જણે જે દિવસે રાજ્યારોહણની ક્રિયા થવાની હતી તે જ દિવસે ખુદ મહારાજા ઍડવર્ડના પેટમાં જીવલેણ દરદ ઉત્પન્ન થયું. રાજાની ઇચ્છા નહિ છતાં નિપુણ દાકતરેને અભિપ્રાય થશે કે જે આજને આજ ને વળી જેમ બને તેમ જલદી પેટ ઉપર ઓપરેશન કરવામાં ન આવે તે પરિણામ ભયંકર છે. આ અભિપ્રાયને વજન અપાયું. રાજ્ય રહણની ક્રિયાને બદલે ઓપરેશનની ક્રિયા થઈ. આ ખુદ રાજાના અશુભ કર્મને ઉદય નહિ તે બીજુ શું ?
For Private and Personal Use Only