________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ કલષ્ટ નિકાચિત કર્મ છે તે તે જીવને તેના વિપાક આવ્યા શીવાય છુટી શકતા નથી. દીક્ષાના કાલથી ભગવંત મહાવીરની દ્રષ્ટિકમના શની હતી. તેથી તેમણે કર્મનાશ માટે આ પ્રમાણેના તપ અને અભિગ્રહની સહાય લીધેલી છે. (૫) જગતમાં અભ્યાસથી શક્તિ ખીલવી શકાય છે. અનાદિકાલથી જીવને સ્વભાવ આહાર કરવાને થઈ ગયેલ છે. આહાર, મૈથુન, ભય, અને પરિગ્રહ આ ચાર પ્રકારની સંજ્ઞા જીવની સાથે જ રહે છે. મતલબ ભવોભવ જેકેજ જાય છે. આ અનાદિના અભ્યાસવાળી ટેવેને જીવ પોતાના જન્મની સાથેજ લઈ આવે છે; એને માટે પ્રાણીઓને શિક્ષણ આપવું પડતું નથી. એ ટેવને નાશ કરવાને તેના પ્રતિપાક્ષિ ટેનું આલંબન લેઈ, તેના દઢ સંસ્કાર પાડવામાં આવે, તેજ અંશે અંશે કમી થઈ પરિણા મે તે કુટેવને જીતી શકાય છે. તેજ નિયમાનુસાર આત્માને અનાહારી સ્વભાવ પ્રગટ કરવાને માટે, દરેક આત્માર્થિ છે આ બાહય તપને પુષ્ટાલંબન તરીકે ગણું, તેનું સેવન સારી રીતે અદિન પણે કરી, વિના આહારે કાલ નિર્ગમન કરવાની ટેવ પાડી શકે છે. અભ્યાસને કશું અસાધ્ય નથી (૬) જેનતર ધર્માનુયાયિ એ, એક ઉપવાસના દિવસે પણ અન શીવાય ફલાદિ વિવિધ વાનીએને યથેચ્છ આહાર કરતા છતાં પણ, પારણાના દિવસે (મોટી ઉમરના સુદ્ધાંત) નિબલ થઈ ગએલા પિતાને જણાવે છે. જ્યારે હાલ વર્તમાનમાં જૈન પ્રજામાં તપના સંસ્કારે છેક નહાની ઉમ રથી પડેલા હોય છે. નહાની ઉમરના બાલકે પવિત્ર દિવસોમાં એક ઉપવાસ તે ઘણું ઉત્સાહથી સારી રીતે કરે છે. એટલું જ નહીં પણ તપ ગુણ જેનામાં ખીલેલે છે, એવા સ્ત્રી પુરૂષને, આઠ ઉપવાસ, યાવત્ માસ ઉપવાસ કરીને પણ, સારી રીતે ફરતાં અને તે તપના અંગે કરવાની ધાર્મિક ક્રિયા કરતાં જોવામાં આવે છે. તેઓ જરા માત્ર પણ કિયામાં ઓછાશ આવવા દેતા નથી આઠ ઉપવાસવાળી એક બાઈને છઠ્ઠા કે સાતમા ઉપવાસના દિવશે, શ્રી શત્રુજ્યગિરી ઉપર પગે ચાલીને ત્રીજી વખત યાત્રા કરતાં મેં
For Private and Personal Use Only