________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ બવ. 3 વાર્ષિક દાન.
૧૭૫ વિનંતી કરે કે, “ જય, જય નંદા,! જય, જય ભદ્રા,! જય જય ક્ષત્રિયને વિષે વૃષભ સમાન ! હે નાથ ! આપ ભૂજે, “જે. હે જગત જીવના હિતવાંચ્છક! આપ સુખકારી, મેક્ષને આપનાર એવું જે ધર્મતી તેને પ્રવર્તાવે. એ પ્રમાણે વિનંતી કરે છે. એ નિય. માનુસાર ભગવંતના ઓગણત્રીસમા વર્ષમાં તે દેવાએ આવીને ધર્મતીર્થ પ્રવર્તાવવાને વિનંતી કરી. ભગવંતે પણ પિતાને દીક્ષા લેવાને અવસર જાણું, દીક્ષાના દીવસથી એક વર્ષ પહેલાં વાર્ષિ કદાન આપવાની શરૂઆત કરી.
દાન એ પણ આત્મ ધર્મ પ્રગટ કરવાનો ઉપાય છે. અનાદિ કાળથી જીવને ગ્રહણ કરવાને, લેવાને સ્વભાવ પી ગયો છે. એ
ભકષાયની નીશાની છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મિથુન સંજ્ઞા, અને પરિગ્રહ સંજ્ઞા, એ ચાર સંજ્ઞા જીવને અનાદિ કાળથી સાથે લાગેલી છે. જીવ તેમાં એક રૂપ થઈ ગયેલ છે. તે જાણે આત્માના સ્વાભાવિક ગુણ હ ય એમ તેમાં પ્રવૃત્તિ કરે છે. એ ચારમાં જે જે પ્રવૃત્તિ કરવી તે બહિરાત્મ ભાવ છે, એમ જીવને પિતને લાગતું નથી. લોભ કષાયના પ્રબલ ઉદયવાલા જીવને તો મરણ કાળ નજીક આવેલું હોય છે ત્યાં સુધી પણ પરિગ્રહ ઉપરથી મમત્વભાવ કમી થતું નથી. તેવા જીવને દાનાન્તરાય કર્મને એ તે ઘાટ ઉદય હોય છે કે, એક દમ પણ કેઈને આપવી તે જીવ આપ્યા બરાબર તેને લાગે છે.
દાન, શીયલ, તપ અને ભાવ એ ચાર પ્રકારને ધર્મ અને શ્વરએ કહયે છે; અને તેના આરાધનથી આત્મધર્મ પ્રગટ થાય છે. એટલું જ નહીં પણ એ ચારનું આરાધન પરંપરા મેક્ષ ફળને આપનાર છે. જીવની અનાદિની અશુદ્ધ પ્રવૃત્તિને બદલાવનાર અને શુદ્ધાચાર શીખવનાર એ ચાર પ્રકારને ધર્મ છે. પરિગ્રહ ઉપરથી મૂછ કમી થાય ત્યારે જ દાન આપી શકાય છે. પરિગ્રહ સંજ્ઞાને જીતવાને દાન એ પણ એક કારણ છે. શીયલ એ મૈથુન સંજ્ઞાને પ્રતિસ્પધી ગુણ છે, જેમ જેમ જીવ શીયળ ગુણમાં
For Private and Personal Use Only