________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧૦
મુંબાઈમાં સારા દાકતરની દવા કરાવવા આવ્યા; દાક્તરે શરીર તપાસી દવા લખી આપી, કંપ જેવી યુરોપીયન દવા વેચનાર કંપનીની દુકાનેથી દવા લીધી, દવા આપનારાએ ભુલ કરીને જે દવા આપવાની હતી તેના બદલામાં ઝેરી દવા નાખી દીધી, જેના લીધે દવા લીધા પછી અમુક મિનિટની અંદર રાજા મૃત્યુવશ થયા. આ દાખલાઓમાં તેમની રાજ્યસત્તા તેમને કંઈ રાહત આપી શકી નહીં. કમસત્તાની પ્રતીતી માટે આથી વધુ દાખલાની શું જરૂર છે? મેટા મીલ માલીકે અને શ્રીમંતે જેમના ઘેર શ્રીમંતાઈને પાર નહિ તેવાઓ આપઘાત કરીને મરી ગયાના બનાવ બને છે. ખુદ કેટલાક ધર્મના આચાર્યો પણ જીવલેણ દરદ અને દુઃખથી પિતાને બચાવ કરી શકયા નથી. એટલે કર્મસત્તા આગળ તેઓના ઈશ્વરની મહેરબાની પણ તેમને મદદગાર થઈ શકી નથી.
ભગવંત મહાવીર દેવ તે કર્મના અચલ સિદ્ધાંતને માનનાર છે. તેઓએ પોતાના જીવનમાં કર્મોની સત્તાને નાશ કરવાને ઘેર પરિસહે સહન કર્યા હતા જુના કર્મો ખપાવવાની સાથે નવીન કર્મ બંધન ન થાય તે તરફજ જાગૃતિ રાખી, પોતાના આત્માને નિર્મળ બનાવી કેવળજ્ઞાનાદિ કાત્મિકલક્ષ્મી પ્રાપ્ત કરી હતી, એટલે કર્મોની સત્તાને નાશ કરી, જીવની સંપૂર્ણ સ્વસત્તા પ્રગટ કરી હતી.
For Private and Personal Use Only