________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ તે હેતુભૂત એવા ઘટાદિકથી જ થાય છે. ઘટાદિક જ્ઞાનના પરિણમમાં ઘટાદિક વસ્તુઓ સાપેક્ષ રહેલી છે. એવી રીતે ઘટાદિક વસ્તુઓથી, તેના ઉપગપણથી જીવ ઉન્ન થઈને, તેમજ લય થાય છે, એટલે તે ઘટાદિક વસ્તુઓને નાશ થતાં, તેના ઉપયોગ પણ કરીને જીવ પણ નાશ થાય છે, અને બીજા ઉપગપણાએ કરીને પાછા ઉપન્ન થાય છે, અને સામાન્ય રૂપ પણાએ કરીને તે રહે છે. તેથી કરીને પ્રેતસંજ્ઞા નથી એટલે તેને પહેલાંની ઘટાદિકના ઉપગપણની સંજ્ઞા હોતી નથી. વર્તમાન ઉપગપણાથી તેની ઘટાદિક સંજ્ઞા નાશ પામેલી છે. આ આત્મા જ્ઞાનમય છે. જે જીવ ન હોય તે પુણ્ય પાપનું પાત્ર કોણ? અને તેને ફળ વિપાક કણ ભગવશે? પછી તમે આ યજ્ઞ, દાન વિગેરે કરાવે છે તે કરવાથી શું ફળ? જે દમ, દાન અને દયા જાણે તે જીવ. આ શરીર તે વસ્ત્રાદિની પેઠે ભેગ્ય વસ્તુ છે. તેમજ દુધમાં જેમ ઘી, તલમાં તેલ, કષ્ટમ અગિ, પુષ્પમાં સુગંધ, તથા ચંદ્રકાંતમાં જેમ અમૃત રહે છે, તેમ આ આત્મા પણ શરીરમાં રહે છે, અને શરીરથી જુદે પણ છે. જ્ઞાન રૂપી નેત્રવાળાઓને (કેવળજ્ઞાનીઓને ) પ્રત્યક્ષ એ જીવ અનુભવ સિદ્ધ છે. તેમજ તે જીવ અનેક વાંચ્છાથી જણાય છે. વળી જવા છેજ નહિ તે માટે તમે એવું અનુમાન કરી છે કે, પાંચે ઈદ્રિઓથી પ્રત્યક્ષ પણે ગ્રહણ કરી શકાતો નથી, તેથી આકાશના પુષ્પની જેમ જીવ છે જ નહી. પણ હે ઈદ્રભૂતિ! પિતાના જ્ઞાનથી અનુભવાતે આત્મા સિદ્ધ જ છે, કેમકે કેવળજ્ઞાનીઓને તે તે પ્રત્યક્ષ છે, અને છઘને અનુમાનથી સિદ્ધ થાય છે. અનેક પ્રકારની વાંચ્છાઓથી તથા સુખ દુઃખાદિકની કલપને જાળથી નિશ્ચય થઈ શકે છે કે, તે વાંચ્છા તથા કલ્પનાઓને કરનાર આત્મા છે. સુખ, દુઃખ અને ઈચ્છા વિગેરે કારણોને લઈને આત્મા સિદ્ધ થાય છે. જે જે વસ્તુ કાર્ય અને કારણ ભૂત છે, તે તે વસ્તુ અસ્તિત્વમાં હોય છે. જેમ ઘટ કાર્ય અને તેનું કારણ માટીને પિંડ. તે વસ્તુઓ હોવા
For Private and Personal Use Only