________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રરણ ૨૦ વૈભવને વિસ્તાર તે કોઈ અલૌકિક જણાય છે. મને ધિકાર છે કે, મેં મારી સંપત્તિનું અભિમાન કર્યું. મારી અને આ ઈદ્રની સમૃધિ વચ્ચે તે એક ખાબોચીયા અને સમુદ્રના જેટલું અંતર છે મેં મારી સમૃધિના ગર્વથી મારા આત્માને તુચ્છ કર્યો. પૂર્વે આવી સમૃદ્ધિ નહી જોયેલી હોવાથી, હું એક કુવાના દેડકાની જે હતે. આવી ભાવના ભાવતાં ધીમે ધીમે વૈરાગ્ય જાગવાથી અ૯પ કર્મને લીધે તેમના અત્યંત શભપરિણામ થયા. ઈદ્રમહારાજે મને સમૃદ્ધિથી જીતી લીધું છે, હું હવે દીક્ષા લેઈ તેમના ઉપર વિજ્ય મેળવું. એટલું જ નહી પણ ભવભ્રમણ કરાવનારા જે કર્મ રૂપ શત્રુઓ છે, તેમના ઉપર પણ જ્ય મેળવું. એવી રીતે શુભ ભાવનામાં ચઢી તત્કાળ રાજાએ ત્યાંને ત્યાંજ મુગટ અને કડા વિગેરે આભુષણે કાઢી નાખ્યા, અને પંચમુષ્ટિલેચ કરી ગણધર મહારાજની પાસે આવી યતિ લિંગ ગ્રહણ કર્યું. પછી અપૂર્વ ઉત્સાહ અને સાહસવાળા તે દશાર્ણભદ્ર મુનિએ પ્રભુને પ્રદક્ષિણા પૂર્વક વંદના કરી. તે વખતે ઇંદ્રે તેમની પાસે આવીને કહ્યું કે, “અહો ! મહાત્મન્ ! તમારૂ આ કેઈ મહાન પરાક્રમ છે કે જેથી તમે મને જીતી લીધું.” આ પ્રમાણે કહીને તેમને પ્રણામ કરી પોતાના સ્થાનકે ગયા. દશાર્ણમુનિએ સારી રીતે વ્રતનું પ્રતિપાલન કરી પ્રભુની સાથે વિહાર કરી પોતાના આત્માને ઉદ્ધાર કર્યો. રાજગૃહ નગરમાં મહા ધનાઢય ગેભદ્ર નામનાશેઠની ભદ્રા
નામની સ્ત્રીથી, પૂર્વભવમાં જેમણે અત્યંત શાલિભદ્ર ગરીબાઈમાં કઈ માસક્ષમણવાળા મુનિને
ક્ષીરનું દાન દીધેલું છે, તે સંગમક નામને વાળને જીવ ત્યાંથી કાળ કરી, પુત્રપણે ઉત્પન્ન થયો. માતાએ તે ગર્ભમાં છતાં શાળિનું ક્ષેત્ર જોયું હતું, તેથી માતાપિતાએ તેમનું શાલિભદ્ર નામ પાડયું હતું. કુમારાવસ્થામાં કળાઓને અભ્યાસ કર્યો. યૌવન વય પ્રાપ્ત થતાં તેજ નગરના શ્રેષ્ઠિઓએ, પિતાની બત્રીશ કન્યાઓ શાલીભદ્રને આપવાને ગભશેઠને વિજ્ઞપ્તિ કરી.
For Private and Personal Use Only