________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વમિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ બેસીને પ્રભુની પાસે આવ્યું. વિમાનમાંથી ઉતરી તે પ્રભુની પાસે ગયેઅને પ્રભુના તપ અને ધ્યાનથી જાણે ભારે પ્રસન્ન થયે હેય. તેવી રીતે પ્રભુને કહેવા લાગ્યો કે, “હે મહર્ષિ ! તમારા ઉગ્ર તપથી, સત્વથી, પરાક્રમથી, પ્રાણની પણ ઉપેક્ષા કરવાથી, આરંભેલા કાર્યને નિર્વાહ કરવાના દઢ નિશ્ચયવાળા ટેકથી હું તમારી ઉપર પ્રસન્ન થયો છું; માટે હવે આવી શરીરને કલેશ કરનાર તપને છેડી દે. તમારે જે જોઈએ તે માગી લ્યો હું તમને શું આપું ? તમે જરા પણ મારી શકિત વિશે શંકા રાખશે નહી. કહો તે જ્યાં નિત્ય ઇચ્છા માત્ર કરવાથી બધા મને રથ પૂરાય છે તેવા સ્વગ માં આજ દેહથી તમેને લેઈ જાઉં ! અથવા કહે તે અનાદિ ભાવથી સંરૂઢ થએલા સર્વ કર્મોથી મુકત કરી, એકાંત પરમાનંદવાલા મોક્ષમાં તમને લઈ જાઉં', અથવા કહે તે બધા મંઠળાધીશ રાજાઓ પોતાના મુગટથી જેના શાશનનું પાલન કરે, તેવી સમૃદ્ધિવાળા સામ્રાજ્યને આલાકમાં જ આપું !”
આવી લલચાવનારી અને સામાન્ય અને લેભ પમાડનારી વાણીથી પણ પ્રભુના મન ઉપર કંઈ અસર થઈ નહિ, અને પ્રભુએ કંઈ ઉત્તર આપે નહીં. તેથી સંગમ વિચારવા લાગ્યું કે, આ મુનિએ મારી બધી શકિતઓના પ્રભાવને નિષ્ફળ કર્યો છે પણ હજી કામદેવનું અમોઘ શાસન એક બાકી રહ્યું છે, કારણ કે કામદેવના અસ્ત્રરૂપ રમણીઓના કટાક્ષમાં આવેલા મોટા પુરૂષો પણ પિતાના પુરૂષવતને લેપ કરતા જોવામાં આવેલા છે. આ નિશ્ચય કરી તેણે બીજે અનુકૂળ ઉપસર્ગ આદર્યો.
૨૦ વશ ઉપસર્ગ દેવાંગનાને કર્યો.
તે દેવે દેવાંગનાને આજ્ઞા કરી કે, તમારે તમારી સંપૂર્ણ કળાથી આ મુનિને ધ્યાનમાંથી ચલાયમાન કરવા તમારામાં કેટલી શકિત છે? તે હવે બતા. તેમને અનુકળ આવે અને તેમના કાર્યને સહાય થાય તેવી છએ ઋતુઓને પ્રગટ કરી. મત્ત કેકલાના મધુર કુજિતેથી પ્રસ્તાવના કરતી કામ નાટકની નટીરૂપ
For Private and Personal Use Only