________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ) ઈદ્રમહારાજનું આવવું.
૩૬૯ થઈને પ્રભુને વંદન કરવા ચાલ્યા. મહા મુલ્યવાળા આભૂષણેને ધારણ કરનારા હજારો સામતે, જાણે પિતાના વૈક્રિય રૂપ હય, તેવા રાજાની પછવાડે પિતાપિતાના લાયક વાહન પર ચાલ્યા. ત્યાર પછી ચામરથી વિરાજિત અને ઈંદ્રાણિ તથા દેવીઓના રૂપને પરાભવ કરતી અંતઃપુરની રાણુઓ તેમની પાછલ નીકળી. રાજા પોતાના સંપૂર્ણ અશ્વર્ય અને સમૃદ્ધિ સહિત, અતિ ઉલ્લાસ ભાવથી પ્રભુના સમવસરણ નજિક આવી ગજેંદ્રથી ઉતરી અભિગમ સાચવી, સમવસરણમાં આવ્યા પ્રભુને જોઈ મસ્તક નમાવી ત્રણ પ્રદક્ષિણા દેઈ પ્રભુને વંદના કરી. પોતાની સમૃદ્ધિથી ગર્વિત થઈ પિતાને લાયક સ્થાન ઉપર બેઠા.
એ વખતે દશાર્ણ પતિને સમૃદ્ધિને ગર્વ થયેલે જાણી, તેને પ્રતિબંધ કરવાને માટે, ઈદ્ર મહારાજાએ એક અદ્દભૂત આશ્ચર્યવાન જળકાંતમણમય વિમાન બનાવરાવ્યું. તે વિમાનમાં પિતાના સામાનિક દેવતાઓની સાથે બેઠા. તે વખતે હજારો દેવાંગનાઓ તેને ચામર વિંજવા લાગી ગાંધર્વે સંગીત કરવા લાગ્યા. એવા વિમાનમાં બેસીને મનુષ્ય લોકમાં ઉતર્યા. ત્યાંથી આઠ દંતશળથી શોભિત અને દેવ દુષવસ્ત્રોથી જેની પીઠ આચ્છાદિત કરેલી છે એવા ઐરાવત હાથી પર તેણે સ્વારી કરી અને તે સમવસરણ સમિપે આવ્યું. હાથી પરથી ઉતરી ઈદ્રમહારાજે ભક્તિ ભાવ પૂર્વક સમવસરણમાં પ્રવેશ કર્યો. તે વખતે તેના જળકાંતવિમાનમાં આવેલી ક્રિડાવાપી એમાં રહેલા દરેક કમળની અંદર સંગીત થવા લાગ્યું. પ્રત્યેક સંગીતે ઈદ્રના જેવા વૈભવવાળે એકેક સામાનિક દેવ, દિવ્ય રૂપ તથા સુંદર વેષ યુક્ત દેખાવા લાગ્યું. તે દરેક દેવને પરિવાર, ઈદ્રના પરિવારની જેમ મહદ્ધિ અને વિશ્વને વિસ્મયકારક હતો.
ઈદ્ર મહારાજાએ પ્રભુને વારંવાર પ્રણામ કર્યા, અને સ્તુતિ કરી યોગ્ય સ્થાનકે બેઠા. ઈદ્રની આવી અવર્ણનિય સમૃદ્ધિ જોઈને દશાણું ભદ્રરાજા ક્ષણવાર થંભિત થઈ ગયા. તેમનમાં વિચારવા લાગ્યા કે,
અહે! આ ઈદ્રના વિમાનની કેવી અપૂર્વ શોભા છે?તેમના 47
For Private and Personal Use Only