________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ સમોસરણના મધ્ય ભાગમાં બેસવાને પાદપીકયુકત જે રત્નમય સિંહાસન રાખેલું છે, તે ઉપર પૂર્વાભિમુખે પ્રભુ બેઠા. ભકિતવાળા દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુનાં પ્રતિરૂપ કર્યો. તે અવસરે ચાર નિકાયના દેવતાઓ, મનુષ્ય તથા તીય સમસરણની અંદર પ્રવેશ કરવાના દ્વારથી પ્રવેશ કરી પોતપોતાના લાયક મર્યાદાવાળા સ્થાને બેઠા. તે પછી ઈદ્ર, ભક્તિથી રોમાંચિત શરીરે પ્રભુને નમીને અંજલી જે સ્તુતિ કરી, સ્વઆસને બેઠા, પ્રભુએ દેશના આપી.
અહો ! આ સંસાર સમુદ્રની જે દારૂણ છે, અને તેનું કારણ વૃક્ષના બીજની જેમ કર્મ જ છે. પોતાનાજ કરેલા કર્મથી વિવેક રહિત થયેલ પ્રાણ કુ ખેદનારની જેમ અગતિ પામે છે, અને શુદ્ધ હૃદયવાળા પુરૂષે પિતાનાજ કર્મથી મહેલ બાંધનારની જેમ ઉર્ધ્વ ગતિને પામે છે. કર્મના બંધનું કારણ, એવી પ્રાણીની હિંસા કદિપણ કરવી નહી. હમેશાં પિતાના પ્રાણની જેમ બીજાના પ્રાણની રક્ષામાં તત્પર રહેવું. આત્મપીડાની જેમ પરજીવની પીડાને પરહરવાને ઈચ્છતા પ્રાણીઓ, અસત્ય નહિં બેલતાં સત્યજ બેલવું. ક્રોધ, માન, માયા, લોભ, ભય, અને હાસ્યથી પ્રાણીઓ અસત્ય બોલે છે. અસત્ય બોલવાના નિમિત્ત કારણને નાશ થવાથી સ્વાભાવિક રીતે જ સત્ય બોલવાને ગુરુ ખીલશે. સત્ય, હિતકારક, મિત અને પથ્ય ભાષા બોલવાથી સત્યનું ક્ષણ થશે. માણસના બાહય પ્રાણુ લેવા જેવું અદત્ત દ્રવ્ય કદિપણ લેવું નહીં, કારણ કે તેનું દ્રવ્ય હરવાથી તેને વધ કરેલે જ કહેવાય છે. ઘણા નું ઉપમન કરનારૂં મૈથુન કદિપણ સેવવું નહી. પ્રાજ્ઞ પુરૂષે મોક્ષને આપનારૂ બ્રહ્મચર્યજ ધારણ કરવું. અનેક પ્રકારના પાપના નિમિત્ત કારણ રૂપ પરિગ્રહને ધારણ કરે નહીં. ઘણું પરીગ્રહ લીધે અધિક ભારથી બળદની જેમ પ્રાણ વિધુર થઈને અધોગતિમાં પડે છે.”
આ પ્રમાણે પ્રાણાતિપાતાદિ પંચ મહાવતે છે. સર્વ વીરતિ
For Private and Personal Use Only