________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૭
ર૭ ભવ. | લગ્ન માટે પ્રભુને મિત્રોની વિજ્ઞપ્તિ.
રાજાએ ઉત્તર આપે કે, મને અને રાણીને એ કુમારને લગ્ન મહોત્સવ જેવાને ઘણે મને રથ છે. પણ એ તે જન્મથીજ સંસારથી વિરકત છે, તેથી તેમની પાસે વિવાહાદિ પ્રજનની વાત પણ કરી શકતા નથી. તે પણ તમારો આગ્રહ છે તે, તેમના મિત્રાદિથી ફરી આ વિષે તેમને કહેવરાવીશું, અને પછી તમને જવાબ દેઈશું.
રાજાએ ત્રિશલાદેવી સાથે સલાહ કરી, કુમારના મિત્રને લગ્નની અનુમતિ લેવા તેમની પાસે મોકલ્યા. તેઓ કુમાર પાસે ગયા, અને વિનયપૂર્વક પિતાજીની આજ્ઞા કહી સંભળાવી.
કુમારે જવાબ દીધું કે તમને મારે સહવાસ છે. ગૃહસ્થાવાસ મને રૂચ નથી. હું તેનાથી પરામૂખ છું, એ વાત તમે જાણે છે, છતાં તમે શા માટે આવી વાત મહારી પાસે લાવે છે?”
મિત્રએ કહ્યું“હે કુમાર ! તમને અમે સદા સંસારથી ઉદ્વિગ્ન માનીએ છીએ, પણ તમેને માતાપિતાની આજ્ઞા અલંધ્ય છે, એમ અમે સારી પેઠે જાણીયે છીએ. વળી અમારા પૈકી કેદની પણું યાચનાની અવમાનતા કદી આપે કરી નથી, તે આજે એકી સાથે સૌની અવમાનતા આપ કેમ કરવા તૈયાર થયા છે?”
કુમારે જવાબ દીધો કે, “અરે મેહગ્રસ્ત મિત્ર ! તમે સંસારના બંધનને વધારનાર એ આગ્રહ કેમ કરે છે ? સ્ત્રી વિગેરેને પરિગ્રહ તે ભવ ભ્રમણુનું જ કારણ છે. વળી મહારા માતા પિતાને મહારા વિયોગનું દુખ ન થાઓ, એવા હેતુથી જ હું દીક્ષા લેવાને ઉત્સુક છતાં પણ હાલ દીક્ષા ગ્રહણ કરતો નથી, એ શું તમે નથી જાણતા. ? ”
એટલામાં રાજાની આજ્ઞાથી ત્રિશલા દેવી પિતે ત્યાં આવ્યાં.
માતાને જોઈને પ્રભુ ઉભા થયા. અને બહુમાનપૂર્વક ઉંચા રત્નસિંહાસન પર બેસાડે નમ્રતા પૂર્વક માતાને કહ્યું કે, “હે માતા!
For Private and Personal Use Only