________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦
શ્રી મહાવીર સ્વામિ ચરિત્ર પ્રકરણ ૧ સમવસરણની રચના થએલી હોય છે, તે પણ એવા બાહય વૈભવમાં તેમની જરાપણુ આસકિત હતી નથી. | તીર્થકર તથા તીર્થકરના સ્થાપના-નિક્ષેપાની કરેલી ભકિત પરમ કલ્યાણનું કારણ છે, એમ જાણે સભ્યત્વવાન દે તથા બીજા પણ દે તીર્થકરની ભકિત માટે દેવલોકમાંથી મનુષ્ય લોકમાં આવે છે, અને તીર્થકરના કલ્યાણકાદિ સમયે તથા તીર્થકર વિદ્યમાન હોય છે ત્યારે તેમની ભકિતને લાભ મેળવે છે. આ ભકિતના પ્રસંગે જગતમાં જે સાર સાર વસ્તુઓ પ્રભુ ભકિતમાં ઉપયોગી થઈ શકે, તેવી વસ્તુઓ લાવી તેને ઉપગ કરે છે.
ગૃહસ્થ દ્રવ્ય પૂજાના અધિકારી છે. ન્યાયસંપન્ન દ્રવ્યાદિ સપ્ત પ્રકારની શુદ્ધિ સહિત, ઉત્તમ ભાવથી અને કેઈપણ પ્રકારની આકાંક્ષા શીવાય કરેલી ભકિત કર્મનિર્જન, તથા સમ્યકત્વની પ્રાપ્તિનું યુદ્ધ નિમિત્ત કારણ છે, અને પ્રાપ્ત થએલ સમ્યકત્વ વિશેષ નિર્મળ બને છે. એટલું જ નહિ પણ તેથી પુન્યાનુબંધી પુન્યને લાભ પ્રાપ્ત થાય છે, જેના યેગે જીવ ઉત્તરોત્તર ઉંચા કોટીમાં ચઢતે જાય છે,
તીર્થકરની ભાવપૂજા તે કેવલજ્ઞાનાદિ રત્નત્રયની પ્રાપ્તિ કરાવવાના પણ શુદ્ધ નિમિત્ત કારણરૂપ છે.
ઈદ્રાદિક દે, જેમની પુગલિક ત્રાદ્ધિ અને બાઢા સંપત્તિ અપરિમિત છે, તેઓ પણ આત્મકલ્યાણના માટે તીર્થંકરની ભક્તિની આવશ્યકતા માને છે, અને તે પ્રમાણે તે વતે છે, તે પછી આપણે મનુષ્યએ તે તેમનું અનુકરણ શંકા રહિત કરવું જોઈએ, અને તેમના સ્થાપના-નિક્ષેપાની ભકિતથી જેટલું આત્મહિત સાધી શકાય તેટલું સાધી લેવું જોઈએ.
ભગવંત જ્યારે જ્યારે પારણાના માટે ભીક્ષા લેવા જતા હતા, અને તેમને જે જગ્યા એ ભીક્ષા મળતી હતી, ત્યારે ત્યારે તે જગ્યાએ દેવતાઓ પંચદીવ્ય પ્રગટ કરતા હતા. તે નીચે પ્રમાણેક
For Private and Personal Use Only