________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૧ કુળના વર કન્યાને વિવાહ થ યોગ્ય છે, બીજાને નહી, તું અહીંથી ચાલ્યા જા, આવી અાગ માગણ હું સ્વીકારી શકતે નથી.”
ફતે ત્યાંથી આવી સર્વ વૃત્તાંત રાજા શ્રેણિકને જણાવ્યું. તેથી તે ઘણે ખેદ પામે. આ વૃત્તાંત જયકુમારના જાણવામાં આવવાથી, પિતાની ભક્તિમાં રક્ત એવા તેણે રાજા પાસે આવી તેમની ઈચ્છા પૂર્ણ કરવાને પોતે પ્રયત્ન કરો એ જણાવ્યું.
બુદ્ધિના નિધાન રૂપ અભયકુમારે રાજાનું ચિત્ર આલેખી પિતે વણિકનું રૂપ બદલી વૈશાળ નગરીએ ગયે, અને યુકિત પુરસર તે ચિત્ર સુચેષ્ટાની દાસી મારફતે તેની પાસે મેકલાવ્યું. શ્રેણિક મહારાજાનું દૈવી રૂપ જોઈ તે તેના ઉપર મેહિત થઈ. દાસી મારફત તે વાણકને પિતાની ઈચ્છા પ્રદર્શિત કરી.
“થોડા વખતમાં તમારી સખીને મને રથ હું પૂર્ણ કરીશ”. અભયકુમારે દાસીને જણાવ્યું. વિશેષમાં જણાવ્યું કે “હું એક સુરંગ ખેદાવી તે દ્વારારાજા શ્રેણિકને અહિં લાવીશ. તે વખતે જે રથ આવે, તેમાં તમારી સખીએ તત્કાળ બેસી જવું.” આ પ્રમાણે કહ્યા પછી અમુક રથાને અમુક દિવસે, અને અમુક વખતે શ્રેણિક રાજા સુરંગ દ્વારા આવશે, એ ચેકસ તેની સાથે સંકેત કર્યો.
દાસીએ આવી તે પ્રમાણે સુજ્યણાને સર્વ વૃત્તાંત કહ્યો, અને તેની અનુમતિ મેળવી, પાછી તે વણિક પાસે આવી કહ્યું કે,
આપનું વચન પ્રમાણ છે. ” એ પ્રમાણે કહી પુનઃ તે અંતઃપુરમાં ચાલી ગઈ.
વણિક રૂપ ધારણ કરેલ અભયકુમાર રાજગૃહે આવી, રાજાને સર્વ હકીકત નિવેદન કરી, સંકેત પ્રમાણે જવાની તૈયારી કરવામાં તે ગુંથાયે.
નિયત કરેલા દિવસે સુરંગદ્વારા રાજા શ્રેણિક, સુલતાના બત્રીશ પુત્ર સાથે સુચેષ્ટાને મળ્યા સુચેષ્ટાએ સર્વ વૃત્તાંત સખી
For Private and Personal Use Only