________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,
વર્ષ. ત્રિશલા
નદી વન,
૮૫, પિ
૧૭૨
શ્રી મહાવીર સ્વામિ ચરિત્ર. ૬ પ્રકરણ ૧ ૧ સિદ્ધાર્થ રાજાનું આયુષ્ય ૮૭ વર્ષ. ત્રિશલા રાણીનું આયુષ્ય ૮૫ વર્ષ. નદી વર્તનનું ૯૮. યશોદાનું ૯, સુદર્શનાનું ૮૫, પ્રિયદર્શનાનું ૮૫, ઋષભદત્તનું ૧૦૦, દેવાનંદાનું ૧૦૫, સુપાર્શ્વનું ૯૦.
એ પ્રમાણે આયુષ્યના સંબંધે વર્ણન છે. એ ઉપરથી ભગવંતના માતા પિતા કેટલાક વર્ષની ઉમરે કાળ ધર્મ પામ્યા તે સમજી શકાય છે.
પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ ચૌદ સુપન દીઠાં હતાં, તેથી એ પુત્ર ચક્રવર્તી થશે એવી લોકમાં પ્રસિદ્ધિ થઈ હતી, અને તેજ કારણથી શ્રેણિક ચંડઅદ્યતન પ્રમૂખ બીજા પણ ઘણું રાજાએ એ પિતાના કુમારને રાજકુમાર મહાવીરની સેવામાં મેકહ્યા હતા.
માતાપિતા દેવલોક સિધાવ્યા બાદ પ્રભુએ વિચાર કર્યો કે, તેમની હૈયાતીમાં દિક્ષા નહિ ગ્રહણ કરવાને મહારો નિયમ હવે પુરો થયો છે. હવે વિના કારણે ગૃહસ્થપણામાં શા માટે રહેવું જોઈએ ? એમ વિચાર કરી પિતાના મોટાભાઈ નદીવદ્ધનને પ્રભુએ કહયું કે “ હે રાજન! મહારે અભિગ્રહ સંપૂર્ણ થયે છે, માટે હું હવે દીક્ષા લેઈશ. ” ત્યારે નંદીવદ્ધન શજાએ જણાવ્યું કે “હે બંધુ! માતા પિતાના વિરહની પીડાતો ચાલુ છે. તેવામાં તમે દીક્ષા અંગીકાર કરે છે તે મહારાથી ખમી શકાય નહિં, આ વાત કહીને તમે તે પડેલા ઘા પર ખાર મુકવા જેવું કરે છે. તમારે વિયેગ હું કેવી રીતે સહન કરૂં? હું એકલે શી રીતે રહી શકું? હું તમને હાલ અનુમતિ આપવા સમર્થ નથી.” પ્રભુએ તેઓને સમજાવ્યા અને કહ્યું કે, “હે ભાઈ ! પિતા, માતા, ભાઈ, બહેન, સ્ત્રી, પુત્રાદિ સંબંધિત આ જીવ અનેકવાર પરસ્પરના સનેહથી બાંધી ચુકી છે. જીવ એક આવ્યું છે, અને એક જવાન છે. તત્વથી સંસારમાં કોઈ કેઈનું સગું નથી, તે હવે કોની સાથે પ્રીતિબંધ કરવો ? આપ
For Private and Personal Use Only