________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૪
શ્રી મહાવીરસ્વામી ચરિત્ર. [ પ્રકરણ ૨૩ બુદ્ધિ થઈ. સમકાલે બત્રીશ ગુટિકાઓ ખાવાથી, એક વખતે તેના ઉદરમાં બત્રીશ ગર્ભમાં ઉત્પન્ન થયા. તેમના વૃદ્ધિ પામવાથી, ઘણાફળવાળી વલ્લીની જેમ, તે ઘણુ ગર્ભોના ભારને સહન કરી શકી નહી, અને તેને અતિશય પીડા થવા લાગી. વજી જેવા ભારવાલા ગને સહન કરી ન શકવાથી કાયોત્સર્ગ કરી ગુટિકાઓ આપનાર દેવનું મારણ કર્યું. સ્મરણ કરતાં જ તે દેવ હાજર થયા. - “હે સતી ! મને શા માટે સંભાર્યો છે?” દેવે અલસાને પુછયું.
ગુટિકા સંબંધી બધે વૃત્તાંત દેવને સુલતાએ કહી બતાવ્યું.
“અરે ભદ્ર! તમે એક સાથે બધી ગુટિકા શા માટે ભક્ષણ કરી?” દેવે સુલસાને પ્રશ્ન કર્યો.
બત્રીશ ગુટિઓ જુદા જુદા કાળે નહિ ખાતાં, એક સાથે ખાવાના માટે, પોતાના મનમાં જે વિચારે ઉપ્તન્ન થયા હતા, તે સાચે સાચા દેવના આગળ સુલસાએ જણાવી દીધા.
એ ગુટિકાઓ અમેઘ છે, તેથી તેટલા ગર્ભ એક સાથે તને ધારણ થશે. ભદ્ર! સરળ બુદ્ધિથી તે આ સારૂ કર્યું નહિ, કારણકે આ પ્રમાણે થવાથી તે બત્રીશ પુત્રો સરખા આયુષ્ય વાળા થશે.”
જ્ઞાનીએ જે ભાવ દીઠા હશે, તે બનશે. જે વાત થઈ ગઈ તે ન થઈ શકવાની નથી.” સુલસાએ શરમની સાથે નમ્રતાથી દેવને જવાબ દીધું.
“હે મહાભાગે ! હવે એ સંબંધમાં ખેદ કરશે નહિ, કારણ કે ભવિતવ્યતા બલવાન છે.”
પ્રભુ શ્રી જિનેશ્વરદેવને ભજનારી, જેના ઉપર આપના જેવા દેવની ધર્મના પ્રભાવથી પ્રસન્નતા છે, તેથી ખેદ કરવાને કે આર્તધ્યાન કરવાને કારણ નથી. કર્મવશ છે. પાંચ કારણમાં જ્યારે ભવિતવ્યતાનું જેર વિશેષ હોય છે, ત્યારે ડાહ્યા માણસો
For Private and Personal Use Only